એશિયન ગેમ્સમાં ભારતને ગૉલ્ડ અપાવનારી આ યુવતી છે ડેપ્યુટી કલેક્ટર, ભણવામાં પણ અવ્વલ, જાણો વિગત
નવી દિલ્હીઃ શૂટર રાહી જીવન સરનોબતે 18મી એશિયન ગેમ્સમાં ભારતને ચોથો ગૉલ્ડ મેડલ અપાવ્યો છે. તેને બુધવારે મહિલા 25 મીટર પિસ્તોલમાં 34 પૉઇન્ટના સ્કૉર સાથે ગૉલ્ડ કબ્જે કર્યો હતો. આ જીતની સાથે જ રાહી એશિયન ગેમ્સમાં ગૉલ્ડ જીતનારી ભારતની પહેલી મહિલા શૂટર બની ગઇ છે. તે 25 મીટર પિસ્તોલની સિંગલ સ્પર્ધામાં મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા પણ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App27 વર્ષીય રાહી જીવન સરનોબતનો જન્મ 30 ઓક્ટોબર 1990ના રોજ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં થયો હતો. તેને લોકો ગૉલ્ડન ગર્લ તરીકે જ ઓળખે છે. તે નાનપણથી જ શૂટિંગમાં પોતાની કેરિયર બનાવી ચૂકી છે. તેના પિતાનું નામ જીવન સરનોબત અને માતાનું નામ પ્રભા રસનોબત છે.
18મી એશિયન ગેમ્સમાં ભારતે પોતાના મેડલની કુલ સંખ્યા 15 કરી લીધી છે, 4 ગૉલ્ડ, 3 સિલ્વર અને 8 બ્રૉન્ઝ મેડલ સાથે ભારત પૉઇન્ટ ટેબલમાં 7માં સ્થાન પર છે.
ઉલ્લેખનીય છે કે, રાહીએ 2013માં દક્ષિણ કોરિયામાં યોજાયેલા આઇએસએસએફ વર્લ્ડકપમાં 25 મીટર પિસ્તોલમાં ગૉલ્ડ મેડલ જીત્યો હતો.
ભારતને ગૉલ્ડ અપાવનારી રાહી જીવન સરનોબત હાલ પૂણે જિલ્લામાં ડેપ્યૂટી કલેક્ટર તરીકે કાર્યભાર સંભાળી રહી છે. રાહીએ પૂણેમાં જ રહીને બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં સ્નાતક સુધી અભ્યાસ કર્યો છે. પૂણેમાં જ રાહીએ પોતાની પહેલું સ્ટેટ લેવલ મેડલ જીત્યું હતું. રાહી બાળપણથી જ સિવિલ સર્વિસીઝમાં જવા ઇચ્છતી હતી અને હાલ તે પૂણેમાં ડેપ્યૂટી કલેક્ટર તરીકે ફરજ બજાવી રહી છે.
રાહી જીવન સરનોબતે કોલ્હાપૂરની ઉષારાજે હાઇસ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યુ હતું, ત્યારબાદ તેને આગળનો અભ્યાસ વિવિકાનંદ કૉલેજમાં પુરો કર્યો હતો. રાહી પૂણેના શિવ છત્રપતિ સ્પોર્ટ્સ કૉમ્પેલેક્ષ માટે રમે છે.
આ તો વાત થઇ તેની સ્પોર્ટ્સ કેરિયરની, રાહી સરનોબત પોતાના એજ્યૂકેશન કેરિયરમાં પણ અવ્વલ છે. તે ભણવામાં પણ તેજતર્રાર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -