NRC પર રાજનીતિ, TMCની નૉટિસ પર સ્વામી બોલ્યા- ધર્મશાળા નથી ભારત બહાર કાઢો, જાણો નેતાઓએ શું આપ્યા નિવેદનો
એનઆરસી પર રજૂ થયેલા ડ્રાફ્ટ અનુસાર 2 કરોડ 89 લાખ 83 હજાર 677 લોકોને કાયદેસરના નાગરિક માનવામાં આવ્યા છે. કાયદેસરની નાગરિકતા માટે 3,29,91,384 લોકોને અરજી કરી હતી, જેમાં 40,07,707 લોકોને ગેરકાયદેસર માનવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા સોમવારે સવારે 10 વાગે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન (એનઆરસી) નું બીજુ લિસ્ટ રજૂ કરવામાં આવ્યુ અને નવા લિસ્ટમાં 40 લાખથી વધુ લોકોને ગેરકાયદેસર નાગરિક માની લેવામાં આવ્યા છે. જોકે તેમની પાસે લિસ્ટમાં નામ સામેલ કરવાનું અને નાગરિકતા મેળવવાનો મોકો છે.
એનઆરસી રિપોર્ટ પર કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહનું કહેવું છે કે, કોઇપણ ભારતીય નાગરિક પર આના અસર ના પડવી જોઇએ. અમે આસામ સરકારની પહેલને ધન્યવાદ કરીએ છીએ જેને પહેલીવાર દેશમાં આ પ્રકારનું પગલુ ભર્યું.
બીજીબાજુ, શિવસેના સાંસદ અરવિંદ સાવંતે કહ્યું કે, જે લોકોના નામ એનઆરસી લિસ્ટમાં નથી , તેમને ભારતમાંથી બહાર કાઢી મુકવા જોઇએ. આ માટે ચૂંટણી પંચ પણ દોષી છે. બાંગ્લાદેશીઓને બહાર કાઢી મુકવા જોઇએ. સરકાર માટે આ આંખ ખોલવા જેવી ઘટના છે. આવો જ સર્વે મહારાષ્ટ્ર અને દેશના બીજા ભાગોમાં પણ કરાવવો જોઇએ.
આસામ કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ રિપુણ બોરાનું કહેવુ છે કે બીજેપી તરફથી ધાર્મિક સ્તરે ધ્રૂવીકરણ કરવાની કોશીશ કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં મુસ્લિમ, નેપાળી ગોરખા અને હિન્દુઓને પણ આનાથી અસર થશે.
આ મામલે ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે આજે એનઆરસી લિસ્ટ રજૂ કરવામાં આવ્યુ છે, તે માત્ર કાચો ડ્રાફ્ટ છે અંતિમ લિસ્ટ નથી. દરેકે આના વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ કે વિરોધ કરવાનો અધિકાર છે. દરેકની શંકાનું સમાધાન કરવુ જોઇએ.
આ પ્રકરણ પર બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે 'જે ભારતીય નથી તેમને દેશની બહાર મોકલી દેવા જોઇએ, ભારત કોઇ ધર્મશાળા નથી.'
ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજીજુએ આના પર કહ્યું કે, આ રિપોર્ટનું રાજનીતિકરણ ના થવું જોઇએ. આ બધુ સુપ્રીમ કોર્ટની નજર હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ ફાઇનલ લિસ્ટ નથી જેનું નામ નીકળી ગયુ છે તેમને પોતાની વાત મુકવાનો મોકો મળશે.
રાષ્ટ્રીય જનતા દલ (આરજેડી)ના નેતા મનોજ ઝાએ એનઆરજી પર રજૂ થયેલા ડ્રાફ્ટ પર કહ્યું કે છેલ્લા 5 દાયકાથી જે લોકો રહે છે તે તેમનો સબુત છે અને હવે તે આ દેશના નાગરિક નથી રહ્યાં. સરકારે સંવેદનશીલ બનવું પડશે, આ બધુ રાજકીય ફાયદાઓ માટે લાવવામાં આવી રહ્યુ છે.
નવી દિલ્હીઃ નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન (NRC)ને લઇને રાજનીતિ શરૂ થઇ ગઇ છે. તુણમુલ કોંગ્રેસે NRC ડ્રાફ્ટ વિરુદ્ધ લોકસભામાં સ્થગિત પ્રસ્તાવની નોટિશ આપી દીધી છે, તો બીજેપીના નેતા સુબ્રમણ્યમ સ્વામીનું કહેવુ છે કે જે ભારતીય નાગરિક નથી તેમને બહાર મોકલી દેવા જોઇએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -