આજે રાજસ્થાન-MP-છત્તીસગઢમાં ચૂંટણી પરિણામ, લાગ્યો છે 45,000 કરોડ રૂપિયાનો સટ્ટો
બુકીઓનું માનવું છે કે, દેશની પ્રજા નોટબંધી, પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ, જીએસટી, વગેરે મુદ્દાઓને લઈ ત્રાહિણામ થઈ હતી. જેને પરિણામે આજે જે પરિણામ આવશે તેમાં બીજેપીને નુકશાન થવાની શક્યતા વધારે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબુકીઓનું માનવું હતું કે, રાજસ્થાનમાં ભાજપનું પત્તુ સાફ થઈ જશે. એમપીમાં રસાકસી ભર્યો જંગ રહેશે, જ્યારે છત્તીસગઢમાં ભાજપ ઓછી સરસાઈ સાથે ફરી જીત મેળવી શકે છે. પરંતુ એક્ઝિટપોલના પરિણામે તેમની બાજી ઉંધી વાળી છે.
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. લોકસભાની ચૂંટણીની સેમિફાઈનલ તરીકે આને જોવામાં આવી રહ્યું છે. સટ્ટા બજારના બુકીઓ દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, જો ભાજપ હારે તો મોદી સરકાર લોકસભાની ચૂંટણી વહેલી કરાવી શકે છે.
એક્ઝિટ પોલના પરિણામ અનુસાર, છત્તીસગઢમાં ભાજપ જીતી જશે તેવી શક્યતા ઓછી દર્શાવવામાં આવી રહી છે. અહીં બંને પક્ષમાં રસાકસી રહેશે. એમપીમાં પણ બંને પક્ષો એક બીજાને પછાડવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તો રાજ્સ્થાનનો અત્યાર સુધીનો રેકોર્ડ છે કે, એકવાર સત્તામાં આવ્યા બાદ બીજી વિધાનસભા ચૂંટણીમાં સત્તારૂઢ પાર્ટીને સત્તા નથી મળી.
નવી દિલ્હીઃ આજે રાજસ્થાન, એમપી, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગામાં યોજાયેલ ચૂંટણીના પરિણામ આવવાના છે ત્યારે સટ્ટાબજાર પણ ગરમ છે. માત્ર રાજસ્થાન એમપી અને છત્તીસગઢમાં જ 45,000 કરોડ રૂપિયાનો સટ્ટો લાગ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -