ક્યા ક્યા એરિયામાંથી પસાર થશે અટલ બિહારી વાજપેયીની અંતિમ યાત્રા, PM મોદી પણ રહેશે હાજર
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી હવે આપણી વચ્ચે નથી રહ્યા. ગુરુવારે સાંજે 5:05 વાગે તેમણે એમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. વાજપેયીને 11 જૂને એમ્પમાં એડમિટ કરવામાં આવ્યા હતાં અને ડોક્ટરોની પેનલ હેઠળ છેલ્લા નવ અઠવાડિયામાં તેમની હાલત સ્થિર હતી. તેમની સ્થિતી છેલ્લા 36 કલાકમાં બગડી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂર્વ પીએમ વાજપેયીના નિવાસ સ્થાન 6 એ કૃષ્ણ માર્ગ પરથી પાર્થિવ દેહ અકબર રોહ, ઈન્ડિયા ગેટ, તિલક રોડ, આઈટીઓ થઈને દીન દયાલ રોડ પર આવેલ બીજેપીની ઓફિસે લઈ જવામાં આવશે. ત્યાર બાદ એક વાગે અંતિમ યાત્રા શરૂ થશે જે દીન દયાલ રોડ પરથી થઈને ડીડીયુ રોડ, બહાદુરશાહ જફર રોડ, નેતાજી સુભાષ રોડ, નિષાદરાજ રોડ, રિંગ રોડ અને પછી રાજઘાટ થઈને સ્મૃતિ સ્થળ પર લઈ જવામાં આવશે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂર્વ પીએમ વાજપેયીની અંતિમ યાત્રા દરમિયાન સાથે રહેશે. પીએમ મોદી વાજપેયીના નિવાસ સ્થાનથી બીજેપી મુખ્યાલય અને ત્યાંથી સ્મૃતિ સ્થળ સુધી હાજરી આપશે. અંતિમ સંસ્કાર સમયે પણ પ્રધાનમંત્રી હાજ રહેશે. પ્રધાનમંત્રી ગઈ કાલે પણ પૂર્વ પીએમ વાજપેયીના આવાસ પર જઈને શ્રદ્ધાંજલિ આપી હતી.
પૂર્વ પ્રધાનમંત્રીના પાર્થિવ દેહ તેમના સરકારી આવાસ 6 એ કૃષ્ણ મેનન માર્ગ પર રાખવામાં આવ્યો છે. પાર્થિવ દેહને અહીંથી બીજેપી મુખ્યાલય લઈ જવામાં આવશે. પાર્થિવ દેહ 9 વાગની આસપાસ બીજેપી મુખ્યાલય પહોંચશે. ત્યાર બાદ એક વાગે પૂર્વ પીએમની અંતિમ યાત્રા શરૂ થશે જે યમુના નદીના કિનારે બનાવવામાં આવેલ સ્મૃતિ સ્થળ સુધી જશે. સ્મૃતિ સ્થળ પર જ અટલ બિહારી વાજપેયીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -