વાજપેયીની ખબર-અંતર પૂછવા AIIMS પહોંચ્યા અડવાણી, રાહુલ પણ જશે
નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત ખૂબ ખરાબ થઇ ગઇ છે. તેમને એઇમ્સમાં ફૂલ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં તેમની તબિયત ખૂબ ખરાબ થઇ છે. પૂર્વ વડાપ્રધાનના ખબરઅંતર પૂછવા માટે ઉપરાષ્ટ્રપતિ નાયડુ એઇમ્સ પહોંચ્યા હતા. તે સિવાય ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ એઇમ્સ પહોંચ્યા હતા. ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી પણ એઇમ્સ પહોંચ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુરલી મનોહર જોશી, અરવિંદ કેજરીવાલ, પણ એઇમ્સ પહોંચશે. તે સિવાય ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ પહોંચશે. કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વાજપેઇના ખબર-અંતર પૂછવા એઇમ્સ જશે. આ અગાઉ ગઇકાલે વડાપ્રધાન મોદીએ એઇમ્સ પહોચી વાજપેયીની તબિયત અંગેની જાણકારી મેળવી હતી.
આરજેડી નેતા તેજસ્વી યાદવ, અકાલી નેતા અને કેન્દ્રિય મંત્રી હરસિમરત કૌર બાદલે ટ્વિટ કરી અટલ બિહારી વાજપેયી જલદી સ્વસ્થ થઇ જાય તેવી પ્રાર્થના કરી હતી. તે સિવાય કેન્દ્રિય મંત્રી સુરેશ પ્રભુ, પિયુષ ગોયલ, અશ્વિની કુમાર ચૌબે, હર્ષવર્ધન, જિતેન્દ્ર સિંહ, શાહનવાઝ હુસૈન પણ વાજપેયીને મળવા પહોંચ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -