અમદાવાદમાં રહે છે વાજપેયીના ભત્રીજા-ભત્રીજીઃ શપથવિધીમાં ગયા ત્યારે વાજપેયી પહેલાં ખુશ ને પછી ગુસ્સે કેમ થઈ ગયેલા?
વાજપેયીએ પોતાના પરિવારજનોને હંમેશા ભષ્ટ્રાચારથી દૂર રહેવા સલાહ આપી હતી. અમદાવાદમાં રહેતા તેમના ભત્રીજા-ભત્રીજીઓને કોઈપણ પ્રકારના ભ્રષ્ટ્રાચાર ન થાય તે માટે સલાહ આપતા હતા. કોઈપણ રીતે તેમનું નામ ન ખરડાય તે રીતે કામ કરવાની સલાહ આપતા હતા. પરિવારની ઈમેજ બગડે નહીં તેનું ધ્યાન રાખવા અને ક્લિયર ઈમેજ રાખવા ભારપૂર્વક કહેતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅટલબિહારી વાજપેયીનો ભત્રીજો શશીકાંત તેમની પત્ની પૂનમ સાથે અમદાવાદના આવેલા અખબારનગર ખાતે રહે છે. સાથે જ તેમની સાથે તેમની બે બહેનો પણ રહે છે. ત્યારે વાજપેયીના નાદુરસ્તીના સમાચાર મળતાં તેઓ ચિંતીત હતા.
વાજપેયી 1998માં વડાપ્રધાન બન્યા ત્યારે શપથવિધિમાં સામેલ થવા પરિવાર ગયો હતો. શશીકાંતભાઈ વાજપેયી અને તેમની બહેનો વાજપેયીને શુભકામના પાઠવવા પહોંચ્યા હતા. પરંતુ જ્યારે ભત્રીજા-ભત્રીજીને જોઈને ખુશ થયેલા વાજપેયી અચાનક નારાજ થઈ ગયા હતા. તેમણે ભત્રીજા-ભત્રીજીના હાથમાં રાખેલા બુકે જોઈને નારાજ થયા હતા. ખોટા ખર્ચ ન કરવા માટે જણાવીને કહી દીધું હતું કે પૈસા વધી ગયા છે કે શું? ખોટા ખર્ચ કરો છો.
ખાસ વાત તો એ છે ઉત્તરપ્રદેશમાં રહેનારા અટલજીના ભજીત્રો અને ભજીત્રી અમદાવાદમાં રહે છે. અટલજીના નિધનના સમાચાર સાંભળતા જ અમદાવાદમાં રહેતા તેમને ભત્રીજો અને 2 ભત્રીજી શોકાતૂર બની ગયા હતા. તેઓ ધ્રૂસકેને ધ્રૂસકે રડવા લાગ્યા હતા. તેમને 16મી ઓગસ્ટે સાંજે 5.05 વાગ્યે અંતિમ શ્વાસ લેતા પરિવારજનો શોક વ્યાપી ગયો હતો.
અમદાવાદઃ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આજે નથી રહ્યાં, ગઇકાલે દિલ્હી સ્થિત એઇમ્સમાં તેમને છેલ્લા શ્વાસ લીધા હતા, 93 વર્ષીય અટલ બિહારી વાજપેયી છેલ્લા કેટલાય સમયથી અનેક બિમારીઓથી પીડાતા હતા અને છેલ્લે તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. અટલજીએ પહેલા સંઘ અને બાદમાં બીજેપીના દિગ્ગજ નેતા તરીકે આગવી ઓળખ ઉભી કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -