મુંબઈમાં ડ્રાઈવરે જાહેરમાં યુવતીની સામે જ ઉતારી દીધું પેન્ટ પછી શું થયું, જાણો વિગત
મહિલાએ મદદ માટે બૂમા-બૂમ કરવા લાગી હતી. મહિલાએ કહ્યું હતું કે, રસ્તા પર લોકો તમાશો જોઈ રહ્યા હતા પણ કોઈ આગળ આવી મદદ કરવા કોઈ તૈયાર નહતું. મહિલાએ તેના મિત્રને ફોન પર મદદ માંગતા ડ્રાઈવર ડરનો માર્યો ભાગી ગયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહિલાના મિત્રએ ઓટોનો ફોટો શેર કરતા બોરીવલી પોલીસ મદદમાં આવી હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ઓટો ડ્રાઈવરની બોરવલી પોલીસે ધરપકડ કરી હતી.
મહિલા પત્રકાર જ્યારે ઓટોમાં તેના મિત્ર સાથે ફોન પર વાત કરી રહી હતી ત્યારે ઓટો ડ્રાઈવરે માસ્ટરબેશન શરૂ કરી દીધું હતું. મહિલા ખુબ જ ડરી ગઈ હતી જોકે તેનું ઘર માત્ર 2 મીનિટના અંતરે હોવાથી તે બચી ગઈ હતી.
મુંબઈના એક ઓટો ડ્રાઈવરે એવી હરકત કરી જેનાથી એકવાર ફરીથી મહિલાઓની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે. ઓટો ડ્રાઈવરની આ હરકત તે મહિલાએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. મહિલા વ્યવસાયે પત્રકાર હોવાથી રાત્રે મોડેથી પરત ફરી રહી હતી ત્યારે તેને આ ખરાબ અનુભવ થયો હતો. મલાડથી બોરીવલી માટે તેણે ઓટો રોકી હતી ત્યારે તેની સાથે આ ખરાબ ઘટના બની હતી.
મુંબઈ: ભારતમાં મહિલાઓની સુરક્ષા કેટલી છે તે હંમેશા ચર્ચા અને ચિંતાનો વિષય રહ્યો છે. ત્યારે મુંબઈમાં એક ઘટના સામે આવી છે જેણે એકવાર ફરી વિચારતા કરી દીધા છે કે મહિલાઓ માટે આપણો માહોલ કેટલી હદે સારો છે. નાના ગામડાંઓથી લઈને મેટ્રો સિટી સુધી આવા કિસ્સાઓ સામે આવતા રહેતા હોય છે. જે આપણા વિકસતા સમાજનું વરવું સ્વરૂપ દર્શાવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -