આ ફળથી ફેલાઈ રહ્યો છે ખતરનાર નિપાહ વાયરસ! ભૂલથી પણ ન ખાતા
ઉપરાંત ચક્કર આવવા અને મગજ બરાબર કામ ન કરતું હોય તેમ લાગે છે. ઘણી કેસમાં મગજમાં બળતરા પણ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનિપાહ વાયરસ ફેલાવાની શરૂઆત મગજથી થાય છે. વાયરસનો ભોગ બનનાર વ્યક્તિના મગજમાં સોજો આવવા લાગે છે. જેના કારણે થોડા દિવસો સુધી તાવ આવે છે.
નિપાહ વાયરસનાં મુખ્ય લક્ષ્ણ માથાનો દુઃખાવો, તાવ, ચક્કર આવવા, ઉંઘ આવવી અને માનસિક સંતુલન બગડવું છે. આ લક્ષ્ણો 7-10 દિવસ સુધી રહી શકે છે. શરૂઆતમાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
નિષ્ણાતોના કહેવા મુજબ નિપાહ વાયરસ હવા દ્વારા ફેલાતો નથી. આ વાયરસ મુખ્યત્વે ચામાચીડિયા, ડુક્કર અને અન્ય પ્રાણીઓ દ્વારા ફેલાય છે. તેના ફેલાવાનું મુખ્ય કારણ સામાન્ય વ્યક્તિનું પીડિત વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાનું છે.
ખજૂર અને કેરી પણ ધોઈને ખાવા જોઈએ. રમજાન મહિનામાં ખજૂર સૌથી વધારે ખવાય છે. દિલ્હીમાં મોટી સંખ્યામાં કેળા અને ખજૂર કેરળથી મંગાવવામાં આવે છે. નિપાહ વાયરસથી પ્રભાવિત કેરળના કાલીકટ અને મલ્લાપુરમ જિલ્લામાં કેળા અને ખજૂર મોટી સંખ્યામાં થાય છે. એમ્સના ડોક્ટરોની ટીમ અહીં તપાસ કરી રહી છે. એવામાં અહીંથી આવનાર ફળ ધ્યાનથી ખાવા જોઈએ.
કેરળમાં ફેલાયેલ નિપાય વાયરસથી હાલમાં દિલ્હીમાં કોઈ જોખમ નથી. પરંતુ ડોક્ટરોનું કહેવું છે કે, લોકોને બચાવના ઉપાય જરૂર કરી લેવા જોઈએ. કેરળથી જે કેળા આવી રહ્યા છે તે ખાવાથી બચવું જોઈએ. જો ખાવા જ હોય તો સારી રીતે ધોઈને ખાવા. કારણ કે ઉત્તર ભારતમાં મોટાભાગના કેળા, કેરળથી આવે છે. એવામાં તેને ખાવાથી સ્વાસ્થ્ય સામે જોખમ ઉભું થઈ શકે છે.
નવી દિલ્હીઃ કેરળથી શરૂ થયેલ નિપાહ વાયરસનો ખૌફ સમગ્ર ભારતમાં છે. દિલ્હી એનસીઆરના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. આ અજ્ઞાત વાયરસને કારણે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેરળમાં થયેલ રહસ્યમયી મોતનું કારણ નિપાહ વાયરસ (NiV)ને ગણાવવામાં આવ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને નિપાહને એક ઉભરતી બીમારી ગણાવી છે. WHO અનુસાર, નિપાહ વાયરસ ચામાચીડિયામાંથી ફેલાઈ રહ્યો છે. આ વાયરસ તેમનામાં પ્રાકૃતિક રીતે હોય છે. ચામા ચીડિયું જે ફળ ખાય છે તેની છાલ કે નકામા ભાગના સંપર્કમાં આવવા પર વાયરસ કોઈપણ અન્યજીવ અથવા વ્યક્તિને પ્રભાવિત કરી શકે છે. આમ થવા પર જીવલેણ બીમારીનું રૂપ લઈ શકે છે. આ વાયરસ ત્રણ ફળમાં હોઈ શકે છે. એવામાં તેને ભૂલથી પણ ન ખાવા જોઈએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -