અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદને લઈને આજથી સુપ્રીમ કોર્ટમાં સૌથી મોટી સુનાવણી
30 સપ્ટેમ્બર, 2010ના રોજ અલાહાબાદ હાઇકોર્ટની લખનઉ બેન્ચે વિવાદિત 2.77 એકરની જમીનના મામલા સાથે જોડાયેલા 3 પક્ષોમાં બરાબર હિસ્સામાં વહેંચવાનો આદેશ આપ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App28 સપ્ટેમ્બર, 210ના રોજ સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઇકોર્ટને આ વિવાદિત મામલામાં ફેંસલો આપવાથી રોકતી પિટીશનને રદ કરી દીધી હતી, જેનાથી ફેંસલો કરવાનો રસ્તો સરળ થઇ ગયો હતો.
રામ મંદિર મુદ્દો 1989થી ચર્ચામાં છે. જેના કારણે ત્યારે દેશમાં સાંપ્રદાયિક તણાવ ફેલાયેલો હતો. દેશનું રાજકારણ પણ તેનાથી પ્રભાવિત થતું આવ્યું છે. હિન્દુ સંગઠનોનો દાવો છે કે અયોધ્યામાં ભગવાન રામના જન્મસ્થળ પર બાબરી મસ્જિદ બનાવવામાં આવી હતી. 18મી સદીમાં મંદિર તોડીને ત્યાં બાબરી મસ્જિદ બનાવવામાં આવી હતી. રામ મંદિર આંદોલન દરમિયાન 6 ડિસેમ્બર, 1992ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદનું વિવાદિત માળખું તોડી પાડવામાં આવ્યું હતું. મામલો ત્યારથી સુપ્રીમ કોર્ટમાં છે.
નવી દિલ્હીઃ દેશની સૌથી વિવાદીત કેસની સૌથી મોટી સુનાવણી આજથી શરૂ થઈ રહી છે. 25 વર્ષ પહેલા અયોધ્યામાં એ વિવાદિત માળખું તોડી પાડવામાં આવ્યું જેને લઈને હિન્દૂ અને મુસ્લિમ પક્ષ પોતાનો દાવો કરી રહ્યા છે. વર્ષ 2010માં હાઈકોર્ટે એ વિવાદિત જમીનને કેસ સાથે જોડાયેલ ત્રણેય પક્ષની વચ્ચે એકસરખી રીતે વહેંચવાનો નિર્ણય આપ્યો હતો, પરંતુ તેની વિરૂદ્ધ તમામ પક્ષ સુપ્રીમ કોર્ટમાં ગયા, જ્યાં આજથી સુનાવણી શરૂ થઈ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -