બળાત્કારી રામ રહીમને જેલમાં અપાતી VIP સગવડો વિશે જાણીને લાગી જશે આઘાત
જો કે, જેલમાં બાબાને નવી ઓળખ મળી છે. બાબાને જેલમાં કેદી નંબર ૧૯૯૭ તરીકેની ઓળખ અપાઇ છે. ગુરમીત રામ રહીમને આઇપીસીની કલમ ૩૭૬ હેઠળ બળાત્કાર અને ૫૦૬ (જીવથી મારી નાખવાની ધમકી)ના આરોપમાં દોષિત ઠેરવાયો છે. બાબાને શુક્રવારની રાત્રે રોહતકની જેલમાં લઇ જવાયો હતો. તેની ‘ઝેડ પ્લસ’ સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે. જોકે, વિવાદ વધતાં હરિયાણાના મુખ્ય સચિવ ડી એસ ધેસીએ એ વાતનો ઈનકાર કર્યો હતો કે રોહતકની જેલમાં ડેરા પ્રમુખને કોઈ પણ પ્રકારની ખાસ સુવિધા આપવામાં આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાબા રામ રહીમને જેલમાં પણ વિશેષ સુવિધા આપવામાં આવી રહ્યા છે. બાબને જેલમાં એસીવાળા રૂમમાં રાખવામાં આવ્યા છે. બળાત્કાર જેવા ગંભીર આરોપમાં દોષિત ઠર્યા હોવા છતાં બાબાને જેલમાં પોલીસ અધિકારીઓ માટેની એસી રૂમ, મિનરલ વોટર સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. એટલું જ નહીં પણ તેની કાળજી રાખવા માટે એક સહાયક પણ અપાવામાં આવ્યો છે.
નવી દિલ્લી: બળાત્કાર કેસમાં દોષિત જાહેર થયા બાદ બાબા ગુરમીત રામ રહીમને વીઆઈપી સુવિધાઓ આપાવામાં આવી રહી છે. હાઈકોર્ટની સખત ઝાટકણી છતાં રામ રહીમને વીઆઈપી સુવિધાઓ આપવામાં મુખ્યમંત્રી મનોહરલાલની સરકારે પાછી પાની કરી નથી. દોષિત જાહેર કર્યા બાદ બાબાને વિશેષ હેલિકોપ્ટરમાં રોહતક લઈ જવાયા હતા. ત્યારે પણ બાબાની કહેવાતી દિકરી હનીપ્રીતને હેલિકોપ્ટરમાં બાબાની સાથે બેગ અને સૂટકેસો સાથે જવાની પરવાનગી પણ અપાઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -