બાબરી કેસઃ અડવાણી, જોશી, ઉમા ભારતી સહિત તમામ આરોપીઓને જામીન મળ્યા
સુપ્રીમ કોર્ટે 19 એપ્રિલે રાયબરેલીની અદાલતમાંથી કેસ લખનઉની અદાલતમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપીને એક મહિનામાં સુનાવણી શરૂ કરવા તથા બે વર્ષમાં ફેંસલો સંભળાવવાનો આદેશ આપ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅયોધ્યામાં 6 ડિસેમ્બર, 1992ના રોજ બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવ્યા બાદ બે એફઆઈઆર નોંધાવવામાં આવી હતી. ત્યારે સીબીઆઈએ તપાસ બાદ 49 લોકો સામે ચાર્જશીટ તૈયાર કરી હતી, પરંતુ 13 લોકો કેસ શરૂ થાય તે પહેલાં જ છૂટી ગયા. આ કેસમાં આરોપી રહેલા અશોક સિંઘલ અને ગિરિરાજ કિશોરનું પહેલા જ અવસાન થઈ ચૂક્યું છે.
ભાજપનાં સૂત્રોએ જણાવ્યા અનુસાર અડવાણી સહિત ભાજપ અને વિહિપના એક વરિષ્ઠ નેતા દિલ્હીથી લખનઉ એરપોર્ટ પર સવારે સાડા નવ વાગે પહોંચશે. તેઓ એરપોર્ટથી સીધા રેસ્ટ હાઉસ જશે અને થોડો સમય રોકાયા બાદ કોર્ટમાં પહોંચશે.
લખનઉઃ બાબરી કેસમાં સુનાવણી કરી રહેલ વિશેષ સીબીઆઈ કોર્ટમાં આજે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સહિત અનેક મોટા નેતા હાજર થયા. આ તમામે જામીન માગ્યા, બાદમાં કોર્ટે તમામ આરોપીઓને પર્સનલ બોન્ડ પર જામીન આપી દીધા. તેમના પર બાબરી મસ્જિદ તોડી પાડવાનું ષડયંત્ર રચવા, બે ધર્મોના લોકો વિરૂદ્ધ દુશ્મની ઉભી કરવી, ધાર્મિક ભાવના ભડકાવવી, રાષ્ટ્રીય એકતાનો તોડવાના આરોપ છે. વિતેલા દિવસોમાં સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, બાબરી મસ્જિદ તોડી પાડવા માટે આપરાધિક ષડયંત્ર કરવાનો કેસ અડવાણી, જોશી વિરૂદ્ધ લખનઉની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં ચાલશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -