બાબરી કાંડઃ અડવાણી, જોશી, ઉમા ભારતી સહિત 13 વિરૂદ્ધ ચાલશે અપરાધિક કેસ, સુપ્રીમનો આદેશ
નવી દિલ્હીઃ બાબરી મસ્જિદ ધ્વંસ મામલે સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ભાજપના મોટા નેતાઓની વિરૂદ્ધ અપરાધિક ષડયંત્રના આરોપને માન્ય રાખ્યા છે. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ હવે ભાજપના મોટા નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ સહિત અનેક નેતાઓ પર ષડયંત્રનો કેસ ચલાવવામાં આવશે. અરજીમાં જે નેતાઓના નામ છે તેમાંથી કેટલાક હવે આ દુનિયામાં નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુપ્રીમ કોર્ટે લખનઉમાં અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી અને અજ્ઞાત કારસેવકો વિરૂદ્ધ બે અલગ અલગ મામલે સંયુક્ત સુનાવણીના આદેશ આપ્યા છે. રાજસ્થાનના રાજ્યપાલ હોવાને કારણે કલ્યાણ સિંહને બંધારણીય છૂટ મળી છે અને તેમનો કાર્યકાળ પૂરો થયા પછી જ તેમની વિરૂદ્ધ કેસ ચલાવી શકાય છે.
સુપ્રીમ કોર્ટે લખનઉની કોર્ડને આ મામલે દૈનિક આધારે સુનાવણી કરવાના આદેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે સીબીઆઈને એ સુનિશ્ચિત કરવા કહ્યું છે કે, ફરિયાદની કેટલાક સાક્ષીના નિવેદન નોંધાવવા માટે નીચલી કોર્ટમાં હાજર થવું પડશે.
સુપ્રીમ કોર્ટે એ પણ આદેશ આપ્યો છે કે, બાબરી મસ્જિદ મામલે સુનાવણી કરી રહેલ નીચલી કોર્ટના જજોના નિર્ણય આપવા સુધી સ્થળાંતરિત નહીં કરી શકાય. સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતી લખનઉ કોર્ટને ચાર સપ્તાહમાં કાર્યવાહી શરૂ કરવા અને એ સ્પષ્ટ કરવાના આદેશ આપ્યા છે કે આ મામલે નવેસરથી કોઈ સુનાવણી નહીં થાય.
સુપ્રીમ કોર્ટે આ મામલે બે વર્ષમાં સુનાવણી પૂરી કરવાના આદેશ આપ્યા છે. જણાવીએ કે બાબરી મસ્જિદ ધ્વંસ કર્યા બાદ બે એફઆઈઆર નોંધવામાં આવી હતી. એક એફઆઈઆર લખનઉમાં તો બીજી એફઆઈઆર ફૈજાબાદમાં નોંધાવવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -