શત્રુઘ્ન સિંહા પર બીજેપી મંત્રીનો પલટવાર, કહ્યું- કેમ 'ખામોશ' બોલવા મજબૂર કરો છો, ત્રણ તલાક આપીને જાતે જ છોડી દો BJP
બાબુલ સુપ્રિયોએ કહ્યું, શત્રુઘ્ન સિંહાને કહેવા માંગુ છું કે, તમને આટલી નફરત છે, તો કેમ દરરોજ આવીને સાંસદમાં બેસો છો? શા માટે એવી પરિસ્થિતિ પેદા કરો છો કે બીજાં લોકોએ 'ખામોશ' બોલવું પડે. ડ્રેસિંગ રૂમની વાત ત્યાં જ રહેવી જોઇએ. તમે ત્રણ તલાક આપો અને જાતે જ બીજેપી છોડી દો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ રાજસ્થાન પેટાચૂંટણીમાં ભાજપની કારમી હાર થયા બાદ બીજેપી સાંસદ શત્રુઘ્ન સિંહાએ ટ્વિટ કર્યું હતું. શુક્રવારે તેણે ટ્વિટ કરીને લખ્યું કે, ‘સત્તારૂઢ પાર્ટી માટે રેકોર્ડ બ્રેકિંગ ખતરનાક પરિણામો સાથે બ્રેકિંગ ન્યૂઝ – ભાજપને ત્રણ તલાક આપનારું રાજસ્થાન પ્રથમ રાજ્ય બન્યું છે. અજમેર-તલાક, અલવર-તલાક, માંડલગઢ-તલાક. અમારી પાર્ટીને ઝટકો આપીને વિરોધ પક્ષે રેકોર્ડ અંતરથી ચૂંટણીમાં જીત મેળવી છે.’
શત્રુઘ્ન સિંહાના પાર્ટી સાથે લાંબા સમયથી સારાં સંબંધો નથી રહ્યા. જો કે, તેઓ હજુ પણ પાર્ટીમાં છે અને પટના સાહિબથી સાસંદ છે.
રાજસ્થાન પેટાચૂંટણીના પરિણામો પર શોટગને કરેલી આ ટ્વિટનો જવાબ કેન્દ્રીય મંત્રી અને બીજેપી સાંસદ બાબુલ સુપ્રિયોએ આપ્યો છે. શત્રુઘ્ન સિંહા પર પલટવાર કરતાં તેમણે કહ્યું કે, જો તમને આટલી જ નફરત હોય તો તમે ત્રણ તલાક આપી દો અને ખુદ પાર્ટી છોડી દો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -