NRC પર બાંગ્લાદેશ, કહ્યું- આસામમાં અમારા ઘૂસણખોરો નથી, અમારે કંઇ લેવાદેવા નથી મોદી સરકાર જાણે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે આસામમાં NRCનો અંતિમ ડ્રાફ્ટ સોમવારે જાહેર કરાયો હતો. આસામ દેશમાં એક માત્ર એવું રાજ્ય છે જ્યાં NRC જાહેર કરાયું છે, જેનાથી પૂર્વોત્તર રાજ્યના કુલ 3.29 કરોડ અરજકર્તાઓમાંથી 2.89 કરોડ લોકોના નામ છે. જ્યારે કે 40 લાખ લોકો ગેરકાયદેસર વસવટા કરી રહ્યાં છે.
આસામમાં નાગરિક રજીસ્ટરના મામલે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું કે ડ્રાફ્ટના આધારે કોઈના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી ન કરી શકાય. સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે યોગ્ય હશે કે તમે જ નિર્દેશ આપો કે જેનું નામ યાદીમાં નથી તેમના વિરૂદ્ધ હાલ કોઈ કાર્યવાહી નહીં થાય.
એનઆરસી મુદ્દે બાંગ્લાદેશે કહ્યું કે, ગેરકાયદેસર પ્રવાસીઓને તેમના દેશમાં જોડવા ખોટી વાત છે. બાંગ્લાદેશના માહિતી અને પ્રસાસણ મંત્રી હસનુલ-હક-ઇનુએ કહ્યું કે, 'બધા જાણે છે કે આ આસામની સદીઓ જુની સમસ્યા છે. છેલ્લા 48 વર્ષમાં કોઇ સરકારે બાગ્લાદેશની સામે ગેરકાયદેસર પ્રવાસીઓનો મુદ્દો નથી ઉઠાવ્યો. ભારત સરકાર આને નિપટવામાં ખુદ સક્ષમ છે અને મોદી સરકારને નવી દિલ્હીમાં આ સમસ્યાથી નિપટવી જોઇએ. બાંગ્લાદેશને આની સાથે કંઇ લેવાદેવા નથી.'.
બાંગ્લાદેશના માહિતી પ્રસારણ મંત્રી હસન ઉલ હક ઈનુનું કહેવું છે કે આ ભારતનો આંતરિક મામલો છે. જેમાં અમારે કોઈ લેવા દેવા નથી. તેઓએ કહ્યું કે આસામમાં કોઈપણ બાંગ્લાદેશી ઘૂસણખોર નથી. જે લોકો ત્યાં રહી રહ્યાં છે તેઓ ઘણાં લાંબા સમયથી રહે છે. તેઓએ કહ્યું કે આ મામલો ભારત સરકારનો છે, તેઓ જ તેનું સમાધાન કરશે. તેઓએ એમ પણ કહ્યું કે ગેરકાયદેસર રીતે રહેતાં શરણાર્થીઓનો વિરોધ કરે છે, જે રોહિંગ્યા અમારા દેશમાં પણ ગેરકાયદેસર રીતે રહે છે તેઓ તેમને પરત મોકલશે.
નવી દિલ્હીઃ એનઆરસીના ડ્રાફ્ટને સડકથી લઇને સંસદ સુધી હંગામો થઇ રહ્યો છે. આસામામાં લગભગ 40 લાખ લોકો ગેરકાયદેસર હોવાનું ફાઇનલ એનઆરસી ડ્રાફ્ટમાં બહાર આવ્યુ છે. સરકારનુ કહેવું છે કે આ લોકો ઘૂસણખોર છે, અને બાંગ્લાદેશમાંથી આવ્યા હોઇ શકે છે. જોકે, હવે આ બધાની વચ્ચે બાંગ્લાદેશે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -