બેંકની ભૂલથી ટેક્સી ડ્રાઈવરના ખાતામાં જમા થયા 9800 કરોડ રૂપિયા
હવે સવાલ એ છે કે, શું ટેક્સી ડ્રાઈવરના ખાતામાં કરોડો રૂપિયાની રકમનું વ્યાજ જમા થશે. કારણ કે 9800 કરોડ રૂપિયાનું એક દિવસનું વ્યાજ 4 કરોડ રૂપિયા થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્ટેટ બેંક ઓફ પટિયાલાના અધિકારીઓએ આ ભૂલ પર કોઈ જવાબ નથી આપી રહ્યા પરંતુ ઇનકમ ટેક્સ વિભાગે આ મામલને ગંભીરતાથી લીધો છે. એટલું જ નહીં આવકવેરા વિભાગની ટીમે ગઈકાલે રાતે બરનાલામાં સ્ટેટ બેંક ઓફ પટિલાયા બ્રાન્ચમાં તપાસ પણ કરી. આ ખાતું ડ્રાઈવર બલવિંદર સિંહનું જનધન એકાઉન્ટ હતું.
પંજાબીની બરનાલાની સ્ટેટ બેંક ઓફ પટિયાલાની બ્રાન્ચની ભૂલથી 9800 કરોડ રૂપિયા ટેક્સી ડ્રાઈવર બલવિંદર સિંહના ખાતામાં જમા થઈ ગયા. પરંતુ બીજા દિવસે બેંકે ભૂલ સુધારી લેતા તમામ રૂપિયા પાછા ડેબિટ કરી દીધા.
પૂરા 9800 કરોડ રૂપિયા, આટલી રકમ કોઈ ગણવા બેઠે તો મહિનાઓ લાગી જાય. હવે જરા વિચારો કે આટલી મોટી રકમ જો તમારા બેંક ખાતામાં આવી જાય તો તમને વિશ્વાસ જ નથાય પરંતુ આ સત્ય છે.
ચંદીગઢઃ નોટબંધીમાં લોકો રોકડ માટે પરેશાન છે. એવામાં જો તમારા ખાતામાં અબજો રૂપિયા આવી જાય તો તમે શું કરશો? પંજાબમાં એક ટેક્સી ડ્રાઈવરની સાથે કંઈક આવું જ થયું છે. હવે ઇનકમ ટેક્સવાળા બેંકની પાછળ પડી ગયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -