BOB, દેના બેંક અને વિજ્યા બેંક થશે મર્જ, બનશે દેશની ત્રીજી સૌથી મોટી બેંક
વિલય બાદ પણ ત્રણેય બેંકોના કર્મચારીઓના હિતનું સંરક્ષણ કરવામાં આવશે. બેંકોની બ્રાન્ડ ઈક્વિટી સુરક્ષિત રહેશે. ત્રણેય બેંકોને ફિનેકલ સીબીએસ પ્લેટફોર્મ લાવવામાં આવશે. નવી બેંકને મૂડી આપવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે કહ્યું કે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની પાંચ સહયોગી બેંકોના વિલયમાં કોઈપણ કર્મચારીની નોકરી નથી ગઈ. વિલય બાદ ત્રણેય બેંકો સ્વતંત્ર રીતે કામ કરવાનુ શરૂ રાખશે. સરકારે છેલ્લા ચાર વર્ષમાં બેંકિંગ સંબંધિત અને ઋણ પ્રક્રિયા સરળ બનાવવા અનેક સુધારા કર્યા છે.
નવી દિલ્હીઃ મોદી સરકારે બેંકોના વિલય પ્રક્રિયાની દિશામાં વધુ એક કદમ આગળ વધવા જઈ રહી છે. આ વખતે સરકારે બેંક ઓફ બરોડા, દેના બેંક અને વિજયા બેંકના વિલયનો ફેંસલો કર્યો છે. ફાયનાન્સિયલ સર્વિસ સેક્રેટરી રાજીવ કુમારે આ અંગેની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે ત્રણેય બેંકોના વિલય બાદ જે નવી બેંક અસ્તિત્વમાં આવશે તે દેશની ત્રીજી સૌથી મોટી બેંક હશે.
રાજીવ કુમારે ત્રણેય બેંકોના વિલયથી થનારા ફાયદા પણ ગણાવ્યા અને કહ્યું કે, વિલયથી બનેલી બેંક દેશની ત્રીજી સૌથી મોટી બેંક હશે. આર્થિક રીતે આ મજબૂત હરિફ બેંક હશે. ત્રણેય બેંકોના નેટવર્ક એક થઈ જવાથી ખર્ચ ઘટશે. તેનાથી ગ્રાહકોની સંખ્યા, માર્કેટ સુધી પહોંચ વધશે. ઉપરાંત ગ્રાહકોને વધારે પ્રોડક્સ્ટ અને શ્રેષ્ઠ સેવા ઓફર કરી શકાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -