નોટબંધી પછી કાર્ડથી ખરીદી કરી છે? SIP, પ્રોપર્ટી, FD, બોન્ડમાં રોકાણ કર્યું છે? તો આ સમાચાર તમારા માટે મહત્વના છે
ખાતાઓમાં 1 એપ્રિલથી 30 ડિસેમ્બર 2016 સુધી જમા રકમની જાણકારી 31 જાન્યુઆરી 2017 સુધી આપવી પડશે. 31 માર્ચ 2017 સુધી જમા થનારા પૈસાના રિપોર્ટિંગ માટે 31 મે સુધીનો સમય આપવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરૂપિયા કોઇ વ્યક્તિએ 30 લાખ કે તેથી વધારે રકમની પ્રોપર્ટી ખરીદી હોય તો પ્રોપર્ટી રજિસ્ટ્રાર તેના વિશે આવકવેરા વિભાગને જણાવશે. રૂપિયા ક્રેડિટકાર્ડનું એક લાખ રૂપિયાનું બિલ કેશમાં જમા કરાવ્યું હોય. રૂપિયા ક્રેડિટકાર્ડથી 10 લાખ કે તેથી વધારેના બિલ કોઇ પણ રીતે ચૂકવ્યું હોય તેની વિગતો પણ આપવી પડશે.
કોઇએ શેર, મ્યુચ્યુઅલ ફન્ડ, બોન્ડ કે ડિબેન્ચર ખરીદવા માટે 10 લાખ કે વધારે રકમ આપી હોય તો તેને ઇશ્યૂ કરનારી કંપનીએ તેની સૂચના આવકવેરા વિભાગને આપવી પડશે. કોઇએ 10 લાખ કે તેથી વધારેના શેર બાયબેક કર્યા હોય તો પણ નિયમ લાગુ થશે.
રૂપિયા 9 નવેમ્બરથી 30 ડિસેમ્બર સુધી કોઇ કરન્ટ એકાઉન્ટમાં 12.50 લાખ કે વધું જમા રૂપિયા 9 નવેમ્બર થી 30 ડિસેમ્બર સુધી કોઇના બચત ખાતામાં 2.50 કે વધારે રકમ જમા કરાવવી હોય તેની વિગત પણ આટીને આપવાની રહેશે.
રૂપિયા 10 લાખ કેશ આપીને ડ્રાફ્ટ અથવા પે ઓર્ડર બનાવ્યો હોય, પ્રીપેઇડ ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદયું હોય રૂપિયા 10 લાખ કે વધારે રકમની એફડી હશે તો બધાનું કુલ ટોટલ, રિન્યુઅલ સામેલ નથી, વગેરીની માહિતી આપવી પડશે.
ઉપરાંત કોઇએ કરન્ટ એકાઉન્ટમાં આખા વર્ષમાં 50 લાખ કે વધુ રકમ ઉપાડી હશે તો તેની માહિતી પણ વિભાગને આપવામાં આવશે. કોઇ વસ્તુ અથવા સેવાની ખરીદી બદલ કોઇએ રોકડા 2 લાખની ચુકવણી કરી હશે તો પૈસા લેનાર તેના વિશે વિભાગને જણાવશે. સીબીડીટીએ 17 જાન્યુઆરીએ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ હતું.
ઉપરાંત આઈટી વિભાગે ક્રેડિટકાર્ડના એક લાખ કરતાં વધારેના બિલની ચૂકવણીની વિગતો પણ માગી છે. સીબીડીટી જાહેરનામું બહાર પાડને તમામ બેન્કોને જણાવ્યું છે કે, આવા ખાતાઓની માહિતી સીધી જ તેમની પાસે પહોંચી જાય તેવી ઇલેક્ટ્રોનિક સિસ્ટમની ગોઠવણ પણ કરવી પડશે. જોકે સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર આ સિસ્ટમ તૈયાર થઈ ગઈ છે, માત્ર બેંકોએ તેનો ઉપયોગ શરૂ કરવાનો છે.
નવી દિલ્હીઃ નોટબંધી બાદ સક્રિય થયેલ આઈટી વિભાગ કરચોરી કરનારા અને કાળા નાણાંને વ્હાઈટ કરનારા પર ચારેબાજુથી ગાળીયો મજબૂત કરી રહી છે. આઈટી વિભાગે નવું જાહેરનામું બહાર પાડ્યું છે જે લોકોની ઊંઘ હરામ કરી શકે છે. આઈટી વિભાગે જણાવ્યું કે, બેન્કોએ જે ખાતામાં વર્ષે દસ લાખ કરતાંવધારે રકમ જમા થતી હોય એવા તમામ ખાતાની માહિતી તાત્કાલિક આઇટી વિભાગને આપવાની રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -