2019 પહેલા ખેડૂતો પર મોદી સરકારની નજર, 50 હજાર કરોડના ફંડની જાહેરાતની શક્યતા
ગૃહમંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં આ મુદ્દે બનેલી કમિટીએ યોજનાને અંતિમ રૂપ આપી દીધું છે. સૂત્રોના જણાવ્યા મુજબ ખેડૂતો પાસેથી અનાજ ખરીદવા માટે ત્રણ વિકલ્પોને મંજૂરી આપવામાં આવી શકે છે. કૃષિ મંત્રાલયે ખેડૂતો પાસેથી ઘઉં અને ધાન્ય ઉપરાંત અન્ય અનાજ પણ ખીદવાનો ફેંસલો કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે બજેટમાં સરકારે પાકના પડતર ખર્ચથી ઓછામાં ઓછું દોઢ ગણું વધારે લઘુત્તમ મૂલ્ય આપવાનો વાયદો કર્યો છે. પરંતુ મોટાભાગના ખેડૂત સંગઠન અને જાણકારો આ ફેંસલાને લઈ સરકાર સાથે સહમત નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ કૃષિ મંત્રાલયના આ પ્રસ્તાવ પર નાણા મંત્રાલય સાથે ચર્ચા થઈ ચૂકી છે અને તેના પર ચાલુ સપ્તાહે કેબિનેટની મહોર લાગી શકે છે. ફંડનો ઉપયોગ ન્યૂનતમ સમર્થન મૂલ્યથી ઓછા ભાવે ખરીદી થવા પર ખેડૂતોને થનારા નુકસાનની ભરપાઈ માટે કરવામાં આવશે.
નવી દિલ્હીઃ 2019ની લોકસભા ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી સરકાર ખેડૂતો માટે એક મોટું પગલું ભરવા જઈ રહી છે. બજેટમાં ન્યૂનતમ સમર્થન મૂલ્યના ખર્ચથી દોઢ ગણી આવક કરવાની જાહેરાતને સાકાર કરવા માટે સરકાર 50,000 કરોડ રૂપિયાનું ફંડ બનાવવાનો ફેંસલો કરી શકે છે.
મોદી સરકાર જ્યારથી કેન્દ્રમાં આવી છે ત્યારથી તે ખેડૂતોની આવક વધારવા પર સતત પ્રયત્નશીલ રહી છે.
દર બુધવારે મળતી કેબિનેટ બેઠકમાં આને મંજૂરી મળી શકે છે. ખેડૂતો પાસેથી અનાજ ખરીદવા માટે ખાનગી કંપનીઓને સામેલ કરવાની યોજના છે. એબીપી ન્યૂઝને મળેલી એક્સક્લુઝિવ જાણકારી મુજબ ખેડૂતોને ઓછામાં ઓછો 50 ટકા નફો અપાવવા સરકારે 50,000 કરોડ રૂપિયાનું ફંડ બનાવવાનો ફેંસલો કર્યો છે. આ ફંડનો હેતુ ખેડૂતોને તેમની પેદાશનો યોગ્ય ભાવ અપાવવાનો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -