મોદીએ કહ્યું હતું નોટબંધી નિષ્ફળ જાય તો બધી જવાબદારી મારી, વિશ્વાસુ છ લોકો જાણતા'તા નોટબંધીનું સિક્રેટ, ગુપ્ત રીતે હતા કાર્યરત
નિર્યણ લાગૂ કરતાં પહેલા મોદીએ કેબિનેટમાં મીટિંગ બોલાવી અને ત્યાં મંત્રિઓને કહ્યું હતું, જો નોટબંદીની પોલિસી ફેલ થઇ તો તેની સંપૂર્ણ જવાબદારી મારી રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેનો મતલબ એ થયો કે અઢિયા સીધા મોદી સાથે ચર્ચા કરતાં હતા અને કોઇ પણ મુદ્દા પર ચર્ચા કરવાની હોય તો બન્ને ગુજરાતીમાં વાતો કરતાં હતા. પીએમના નજીકના એક સહયોગીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે પાછલા એક વર્ષથી મોદી, નાણા મંત્રાલયના અધિકારીઓ અને આરબીઆઇની ટીમ કરપ્શન અને કાળા નાણાના મુદ્દા પર કામ કરી રહી હતી.
8 નવેમ્બરના મોદીએ નોટબંદીની જાહેરાત કરી તેના તુરંત બાદ અઢિયાએ ટ્વીટ કર્યું હતું. તેમાં કહ્યું હતું, ''કાળા નાણા પર લગામ લગાવવા માટે સરકારનો આ સૌથી મજબૂત અને મોટો નિર્ણય છે.'' સપ્ટેમ્બર 2015માં અઢિયાને રેવન્યૂ સેક્રેટરી બનાવવામાં આવ્યાં હતા. ત્યાર બાદ તેઓ અરુણ જેટલીને રિપોર્ટ કરવા લાગ્યા.
ન્યૂઝ એજન્સી રોયટર્સના રિપોર્ટ પ્રમાણે હસમુખ અઢિયા અને 5 બ્યૂરોક્રેટ્સની પસંદગી વિચારીને કરવામાં આવી હતી. તેઓ દરેક લાઇમલાઇટથી દૂર હતાં. તે સિવાય આ અધિકારીઓને મામલાની પૂરી સમજણ હતી. મોદીના ઘરે બે રૂમમાં તેઓ કામ કરતાં હતાં. તેના વિશે સંપૂર્ણ રિસર્ચ અહીં થયું. એવું સમજાય છે કે મોદીએ ઇકોનોમી રિફોર્મનું આ પ્લાનિંગ 2014માં સત્તામાં આવ્યા બાદ જ શરૂ કરી દીધું હતું.
નવી દિલ્હીઃ નોટબંધીના જે ઐતિહાસિક નિર્ણયની હાલમાં ભારતના દરેક ખૂણે ચર્ચા ચાલી રહી છે, જેણે રાતોરાત દરેક ભારતીયના ગજવા પર અસર કરી, એ નિર્ણયને અમલમાં લાવવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ એવા વિશ્વાસપાત્ર નોકરશાહની પસંદગી કરી હતી જેને આર્થિક વિભાગની બહાર કોઈ વધારે ઓળકતું પણ ન હતું. આ માટે રેવેન્યૂ સેક્રેટરી હસમુખ અઢિયા સહતિ 6 લોકોની ટીમ બની હતી. આ લોકો મોદીના ઘરે ગુપ્ત રૂપે કાર્ય કરી રહ્યા હતા. એવુ કહેવામાં આવી રહ્યું છે કે આ ટીમમાં સામેલ અધિકારીઓને ગુપ્તતા જાળવવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -