ત્રીજી વખત કર્ણાટકના સીએમ બન્યા યેદિયુરપ્પા, રાજભવનમાં લીધા શપથ
કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે ત્રીજી વખત શપથ ગ્રહણ કર્યા બાદ રાજ્યપાલ વજુભાઈ વાળાએ તેમને બુકે આપી શુભેચ્છા પાઠવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશપથ ગ્રહણ કરવા રાજભવન પહોંચતા પહેલાં યેદિયુરપ્પાએ રસ્તામાં રાધા-કૃષ્ણ મંદિરમાં દર્શન કર્યા હતા. રાજભવન પહોંચતા જ યેદિયુરપ્પાએ બીજેપી નેતાઓ સહિત રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપી સાથે મુલાકાત કરી હતી.
બેંગલુરુ: બીજેપી નેતા બીએસ યેદિયુરપ્પાએ ગુરુવારે સવારે 9 વાગે રાજભવનમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. રાજ્યપાલ વજુભાઈ વાળાએ તેમને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. યેદિયુરપ્પા ત્રીજી વખત કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા છે.
કર્ણાટકમાં 222 બેઠકો પર મતદાન થયું હતું. તે હિસાબે બહુમત માટે 112 ધારાસભ્યનું સમર્થન જોઈએ.
શપથ લીધા બાદ યેદિયુરપ્પાએ 15 દિવસમાં બહુમતી સાબિત કરવી પડશે. શપથ ગ્રહણ સમારોહમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામેલ થયો નહોતા. કેન્દ્રીય મંત્રીઓ જેપી નડ્ડા, ધર્મેન્દ્ર પ્રધાન અને પ્રકાશ જાવડેકર ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે ભાજપ પાસે માત્ર 104 ધારાસભ્ય છે. તેના બાદ પણ રાજ્યપાલે યેદિયુરપ્પાને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -