બેગ્લુરુઃ બેગ્લુરુમાં બોલિવૂડ ફિલ્મ ‘ચીની કિમ’જેવી એક રિયલ ઘટના સામે આવી છે. 64 વર્ષીય ડોક્ટર આકાશ રોઝ 27 વર્ષની તેમની વિદ્યાર્થીની કૃપા સાથે લગ્ન કરી લેતા કૃપાના પરિવારજનોએ જાહેરમાં ડોક્ટરની ધોલાઇ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ડોક્ટર આકાશ કોલેજના ડિરેક્ટર છે. આકાશ અને કૃપાએ બે મહિના અગાઉ સિક્રેટ રીતે લગ્ન કરી લીધા હતા અને આજે તેઓ રજીસ્ટ્રર ઓફિસમાં તેમનું મેરેજ સર્ટીફ્રિકેટ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન કૃપાના પરિવારજનો ત્યાં આવી જતાં તેઓએ આકાશની ધોલાઇ કરી હતી. દરમિયાન કૃપા તેના પતિ આકાશને બચાવતી જોવા મળી રહી હતી.
બેગ્લુરુઃ 64 વર્ષના પ્રોફેસરે 27 વર્ષની વિદ્યાર્થીને ભગાડી કર્યા લગ્ન, બાદમાં થયા આવા હાલ
abpasmita.in
Updated at:
05 Jun 2016 06:12 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -