વધતી પેટ્રૉલ-ડિઝલની કિંમતો પર રાહુલની આગેવાનીમાં રાજઘાટથી રામલીલા મેદાન સુધી વિપક્ષની માર્ચ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, મમતા બેનર્જી, આમ આદમી પાર્ટી અને બીજુ જનતા દળે (બીજેડી)એ ભારત બંધથી દુર રહેવાનો નિર્ણય કર્યો છે. એનસીપી, ડીએમકે, જેડીએસ, આરજેડી, વામદળ, એમએનએસ જેવી પાર્ટીઓ પ્રદર્શન કરી રહી છે.
પેટ્રૉલ-ડિઝલની સતત વધતી કિંમતોના મુદ્દો મોદી સરકારને ઘેરવા માટે કોંગ્રેસની સાથે વિપક્ષ જોડાઇ ગયુ છે. કોંગ્રેસનો દાવો છે કે તેમના આ બંધને 21 વિપક્ષી પાર્ટીઓનું સમર્થન છે.
કોંગ્રેસ અધ્યક્ષે રાજઘાટ પહોંચીને મહત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી અને તેમને કૈલાશ તળાવમાંથી લાવવામાં આવેલા જળને બાપુની સમાધિ પર ચઢાવ્યું. ત્યારબાદ તેમને માર્ચની આગેવાની કરી, રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સહિત વિપક્ષના કેટલાય મોટા નેતા પણ રાજઘાટ પરથી મોંઘવારી વિરુદ્ધ માર્ચ પર નીકળી ચૂક્યા છે. આ માર્ચ તેને અંતિમ પડાવ રામલીલા મેદાન પર પહોંચી છે.
નવી દિલ્હીઃ પેટ્રૉલ-ડિઝલની વધતી કિંમતો અને મોંઘવારી વિરુદ્ધ આજે કોંગ્રેસે તરફથી પાળવામાં આવેલા ભારત બંધની આગેવાની માટે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી રાજઘાટ પહોંચ્યા. રાહુલ ગાંધી છેલ્લા કેટલાક દિવસોથી માનસરોવર યાત્રા પર ગયા હતા અને ત્યાંથી પરત ફરીને સીધા બંધના સમર્થન માટે રસ્તાં પર ઉતરી ગયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -