ભારતી અેરટેલે દાન કર્યા 7,000 કરોડ, ગરીબો માટે ખોલશે યુનિવર્સિટી
તેમણે કહ્યું કે, ભારતી પરિવાર હંમેશાથી પોતાના કારોબાર મારફતે સમાજમાં સકારાત્મક પ્રભાવ નાખ્યો છે. અમને ભારતના વિકાસમાં યોગદાન આપવાનો ગર્વ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ અને ભારતી એરટેલના ચેરમેન સુનીલ ભારતી મિત્તલે 7000 કરોડ રૂપિયા દાનમાં આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ભારતી પરિવાર પોતાની કુલ સંપત્તિનો 10 ટકા હિસ્સો એટલે કે 7000 કરોડ રૂપિયાની સંપતી ભારતી ફાઉન્ડેશનને દાનમાં આપ્યા છે. આ પૈસાથી ગરીબ અને નબળા વર્ગના યુવાનો માટે સત્ય ભારતી યૂનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. જેને ભારતી ફાઉંડેશન હેઠળ બનાવવામાં આવશે.
આ યુનિવર્સિટીમાં આર્ટિફિશિયલ ઈંટેલિજેન્સ, ઈંટરનેટ અને રોબોટિક્સનો અભ્યાસ શરૂ કરશે. સુનીલ મિત્તલે કહ્યું કે, ભારતી પરિવાર સમાજના ગરીબ તબ્બકાના વંચિત યુવાનોને મફત શિક્ષણ આપવા માટે પ્રતિબદ્ધ છે.
આ ફાઉંડેશન સુનીલ મિત્તલના નેતૃત્વવાળા તે યુનિટનો ભાગ છે જે સામાજિક કાર્ય કરે છે. સુનિલ મિત્તલે કહ્યું કે, આ 10 ટકા સંપતિમાં ભારતી એરટેલમાં પરિવારની ત્રણ ટકા ભાગીદારી પણ સામેલ છે.
મિત્તલે જણાવ્યું કે, ભારતી પરિવાર વિશ્વ સ્તરીય સત્ય ભારતી યુનિવર્સિટી સ્થાપિત કરશે, જેમાં સમાજના ગરીબ વર્ગના લોકોને મફત શિક્ષણ આપવામાં આવશે. સત્ય ભારતી સ્કૂલો બાદ ભારતી પરિવારે હવે યુનિવર્સિટી સ્થાપિત કરવાની દિશામાં પગલું ભર્યું છે. તેમાં 10 હજાર વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની યોજના છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -