તેલંગાણામાં કિંગમેકર બનવા માંગતી હતી BJP, મળેલી સીટનો આંકડો જાણીને લાગશે મોટો આંચકો
2014માં બનેલા તેલંગાણા રાજ્યમાં ટીઆરએસ એક મજબૂત કિલ્લાની જેમ નજરે પડી છે. કેસીઆરએ પાંચ વર્ષમાં રાજ્યમાં જે પ્રકારે તેમની પાર્ટી અને સંગઠનનું વિસ્તરણ કર્યું તે ચૂંટણી પરિણામમાં જોવા મળ્યું. જ્યારે બીજેપી સહિત કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓને ભારે નુકસાન થયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજેપીએ તેલંગાણામાં 20થી વધારે સીટ જીતવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. પરંતુ તેને સ્પર્શ કરવાનું તો દૂર જૂના રેકોર્ડને પણ જાળવી શક્યું નથી. બીજેપીના પહેલા અહીં પાંચ ધારાસભ્યો હતો પરંતુ હવે આ સંખ્યા ઘટીને માત્ર એક થઈ ગઈ છે. તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં TRS 88 સીટો સાથે બે તૃતીયાંશ બહુમત સાથે બીજીવાર સત્તામાં આવી છે.
તેલંગાણાની 119 સીટોવાળી વિધાનસભામાં કેસીઆરની સુનામીમાં બીજેપી પૂરી રીતે ધોવાઈ ગયું છે. અહીંયા બીજેપીએ કમળ ખિલવવા માટે શક્ય તમામ કોશિશ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહથી લઈ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અહીં સભાઓ ગજવી હતી.
હૈદરાબાદઃ દેશના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીએ કારમી હારનો સામનો કરવો પડ્યો છે. છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપે સત્તા ગુમાવવી પડી છે તો મધ્યપ્રદેશમાં કાંટાની ટક્કર ચાલી રહી છે. તેલંગાણામાં બીજેપી કિંગમેકર બનવાની ફિરાકમાં હતી પરંતુ પાર્ટીને મોટો ઝડકો લાગ્યો છે. રાજ્યમાં બીજેપી પાંચ સીટ પરથી સમેટાઈને માત્ર 1 સીટ પૂરતી જ રહી ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -