1.7 કરોડ લોકોએ ડાઉનલોડ કરી BHIM App, સરકાર ટૂંકમાં શરૂ કરશે નવી પ્રમોશનલ સ્કીમ
નવી દિલ્હીઃ દેશમાં ડિજિટલ પેમેન્ટને ઉત્તેજન આપવા માટે હાલમાં રજૂ કરવામાં આવેલ ડિજિટલ પેમેન્ટ એપ ભારત ઇન્ટરફેસ ફોર મની (BHIM)ને 1.7 કરોડ ડાઉનલોડ કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે જણાવ્યું કે, અત્યાર સુધી ભીમ એપ 1.7 કરોડ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. ભીમ એપને પ્રમોટ કરવા માટે સરકાર એક મહિનાની અંદર બે પ્રમોશનલ સ્કીમ લોન્ચ કરશે, લોકો માટે રેફરલ બોનસ સ્કીમ અને વેપારીઓ માટે કેશબેક સ્કીમ.
તેમણે કહ્યું કે, તેના માટે અમે આંતર-મંત્રાલયી ચર્ચા પૂરી કરી લીધી છે. વર્ષ 2017-18ના બજેટ ભાષણમાં કેશબેક સ્કીમની જાહેરાત કરવામાં આવી હતી. તેના એક મહિનાની અંદર ક્રિયાન્વિનત કરવામાં આવશે. તેમણે કહ્યું કે, શરૂઆતમાં ભીમમાં કેટલીક મુશ્કેલીઓ હતી, પરંતુ હવે ટેકનીકલી નિષ્ફળતાનો આંક ખૂબ જ ઓછો રહી ગયો છે.
વિતેલા વર્ષે 30 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા ઝડપી અને સુરક્ષિત કેશલેસ ટ્રાન્ઝેક્શન માટે આ એપ લોન્ચ કરી હતી. યૂનીફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ (યૂપીઆઈ) અને યૂએસએસડી (ઇનસ્ટ્રક્ચર્ડ સપ્લીમેન્ટ્રી સર્વિસ ડેટા) દ્વારા પેમેન્ટ કરવા માટે ભીમ તૈયાર કરવામાં આવી છે.
નવેમ્બર-જાન્યુઆરી દરમિયાન યૂએસએસડી પર ટ્રાન્ઝેક્શનમાં 45 ટકાનો ઉછાળો નોંધાયો છે. નોટબંધી પહેલા દેશમાં 8 લાખ પીઓએસ મશીન હતા, હાલમાં તેની સંખ્યા 28 લાખ થઈ ગઈ છે.
એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર રજૂ કર્યા બાદ તેને મહિનાની શરૂઆતમાં ભીમને આઈઓએસ વર્ઝન પણ લોન્ચ કરવામાં આવ્યું છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ)એ એક નિવેદનમાં કહ્યું કે, આઈઓએસ પ્લેટફોર્મ પર તેને અપડેટેડ ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -