BHIM App: પ્લેટ સ્ટોર પર ભળતી એપ્સની ભરમાર, ફ્રોડથી બચવા અપનાવો આ ઉપાય
નરેન્દ્ર મોદી સરકારે ભીપ એપ કેશલેસ અથવા લેસકેશ ઇકોનોમીને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરી છે. ભીમ એપ સરકારની જૂની યૂપીઆઈ (યૂનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ) અને યૂએસએસડી (અસ્ટ્રક્ચર્ડ સપ્લીમેન્ટ્રી સર્વિસ ડેટા)નું આધુનિક રૂપ છે. તેનો ઉપયોગ કરવા માટે મોબાઈલ બેન્કિંગની જરૂરત નથી. માત્ર તમારો મોબાઈલ નંબર બેંક ખાતા સાથે લિંક હોવો જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppModi BHIM નામની એક પ્રેંક એપ પ્લે સ્ટોર પર 10 લાખથી ધારે વખત ડાઉનલોડ કરવામાં આવી છે. એપ 2000 રૂપિયાની નોટની સત્યતાનો દાવો કરે છે કે તમે નોટને સ્કેન કરશો તો પ્રધાનમંત્રી દ્વારા નોટબંધીની જાહેરાતનો વીડિયો ચાલવા લાગે છે. આ એપને અનેક લોકોએ સાચી માનીને પોતાની નોટની ખરાઈ કરવા માટે ડાઉનલોડ કરવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ એપની સત્યતા સામે આવી હતી.
જો તમે BHIM એપ ડાઉનલોડ કરવા માગો છો તો ગૂગલ પ્લે સ્ટોર પરથી જ ડાઉનલોડ કરો. કોઈ થર્ડ પાર્ટી એપ સ્ટોરની મદદ ન લેવી, ભલે તે તમારા ફોનમાં પહેલેથી જ ઇન્સ્ટોલ શા માટે ન હોય. BHIM એપના ડેવલપર NPCIની પુષ્ટિ કર્યા બાદ જ એપ ડાઉનલોડ કરો. કોઈપણ એપ જેમાં 'gov.in' દ્વારા ડેવલપ કરવાનો દાવો કરવામાં આવે છે તો તે નકલી છે અને તે તમારા ફોન માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
Bhim payment updater 2017, Modi Bhim, *99# BHIM UPI Bank No internet જેવા નામથી અનેક એપ્સ પ્લેટ સ્ટોર પર જોવા મળી રહી છે. કેટલીક એપ્સમાં અસલી BHIMનો ઉપયોગ અને અસલી એપ ડાઉનલોડ કરવાની લિંક પણ આપવામાં આવ્યા છે. જો તમને હજુ સુધી ખબર નથી કે અસલી એપ કઈ છે અને કઈ નકલી છે તો અમે તમને તેને ઓળખવાની રીત અહીં બતાવી રહ્યા છીએ. BHIM નામની એપને ડેવલપ કરી છે National Payments Corporation of India (NPCI)ને, તેનું સત્તાવાર ટ્વિટર હેન્ડલ NPCI_BHIM છે જે હજુ સુધી અનવેરિફાઈડ છે.
નવી દિલ્હીઃ 30 ડિસેમ્બરે વડાપ્રધાન મોદી દ્વારા લોન્ચ કરવામાં આવેલ BHIM એપ ગૂગલ પ્લે સ્ટોર પર સૌથી વધારે ડાઉનલોડ થનારી એપ્સમાં સામેલ થઈ ગઈછે. જોકે લોકપ્રિય થતા જ કેટલાક ડેવલપર્સે તેને ભળતી એપ્સ બનાવીને જુદા જુદા પોર્ટલ્સ અને પ્લે સ્ટોર પર મુકી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -