ભૂપેન હજારિકાના પરિવારે ભારત રત્ન કેમ પરત કરવાની કરી જાહેરાત, જાણો વિગત
ભૂપેન હજારિકા, અસમના ગીતકાર, સંગીતકાર, ગાયક, કિવ અને ફિલ્મ નિર્માતા હતા. તેમણે રાષ્ટ્રીય સ્તર પર આસામ અને પૂર્વોત્તર ભારતના સંસ્કૃતિ અને લોક સંગીતને હિંદી સિનેમાના માધ્યમથી રજૂ કર્યું હતું. હજારિકાને 1975માં સર્વશ્રેષ્ઠ સંગીત નિર્દેશન માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્તાક, સંગીત નાયક અકાદમી પુરસ્કાર 1987 પદ્મશ્રી 1977 અને પદ્મભૂષણ 2001માં મળ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનાગરિક સંશોધન બીલ પર આસામમાં છેલ્લા ઘણા દિવસોથી પ્રદર્શન થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં સેંકડો પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં જ ગુવાહાટી પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે જે સમ્માન ભૂપેન હજારિકાને પહેલા મળવાની જરૂર હતી, તે હવે મળ્યું છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે નાગરિકતા કાયદાને લઈને કેટલાક લોકો ખોટો પ્રચાર કરી રહ્યા છે. કેંદ્ર સરકાર આસામ અને પૂર્વોત્તરના તમામ રાજ્યોની સાંસ્કૃતિ, ભાષા અને સંસાધનોની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે.
નવી દિલ્હી: 25 જાન્યુઆરીએ દેશના સૌથી સર્વોચ્ચ સમ્માન ભારત રત્ન ભૂપેન હજારિકાને આપવાની જાહેરાત કરવામાં આવી હતી. કેંદ્ર સરકારે પ્રણવ મુખર્જી, નાનાજી દેશમુખ અને ભૂપેન હજારિકાને પણ મરણોપરાંત ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. બાદમાં હવે નાગરિકતા સંશોધન બીલના વિરોધમાં હાલમાં જ ભારત રત્નથી સમ્માનિત ભૂપેન હજારિકાના પરિવારે મોટો નિર્ણય કર્યો છે. ભૂપેન હજારિકાના પરિવારે બીલના વિરોધમાં ભારત રત્ન સમ્માન પરત કર વાનો નિર્ણય કર્યો છે. ભૂપેન હજારિકાને 25 જાન્યુઆરીના મોદી સરકારે દેશનો સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -