બિહાર બોર્ડના આર્ટ્સ ટોપરનું રિઝલ્ટ રદ, પોલીસે કરી ધરપકડ
ટોપર બનતાં આશ્ચર્યચકિત થયેલા ગણેશે કહ્યું કે બધું કેવી રીતે થયું તેની તેને કંઇ ખબર નથી. ગયા વર્ષે બિહારની આર્ટ્સ ટોપર રૂબી રાયે પોલિટિકલ સાયન્સને પ્રોડિકલ સાયન્સ જણાવી રાજ્યની શિક્ષણ વ્યવસ્થાની આખા દેશમાં મજાક ઉડાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસતત બીજા વર્ષે ટોપર કૌભાંડના કારણે નીતીશ સરકાર ફરી નિશાના પર છે. સંગીતમાં સારા ગુણ લાવીને ટોપર બનેલા ગણેશે સ્વીકાર્યું કે તેને સંગીતની કોઇ જાણકારી નથી. સ્કૂલ મેનેજમેન્ટે ગણેશને બોલાવતાં તેને સંગીત અંગે પૂછાયું ત્યારે તે સારેગામાપાથી આગળ વધી શક્યો. ઢોલક વગાડવા આપ્યું તો તે પણ વગાડી શક્યો.
નવી દિલ્હીઃ મીડિયા ટેસ્ટમાં ફેલ થયેલ બિહારના 12માં બોર્ડના આર્ટ્સના ગણેશ કુમારની ધરપકડ કરવામાં આવી છે. બિહાર બોર્ડના ગણેશ કુમારનું પરિણામ પણ રદ કરવામાં આવ્યું છે. બિહાર શિક્ષણ બોર્ડે ગણેશ સામે ખોટી રીતે એડમિશન લેવાનો કેસ કર્યો છે. બોર્ડે ગણેશનું રિઝલ્ટ રદ કરવા ઉપરાંત સ્કૂલ મેનેજમેન્ટ સામે પણ કેસ કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -