કોંગ્રેસના ટોચના નેતાએ સગીર દલિત છોકરી સાથે પરાણે બાંધ્યા સેક્સ સંબંધ, ભાંડો ફૂટતાં શું થયું? જાણો
પીડિતાએ આરોપ લગાવ્યો કે જ્યારે તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તો પોલીસે આરોપીઓને જ સંરક્ષણ આપ્યું. એસએચએને જાણકારી હતી કે નિખિલ એરપોર્ટથી જઈ રહ્યો છે પરંતુ એડીજીને જણાવ્યું તો તેની ધરપકડના આદેશ ન અપાયા. બધા તેના જ પક્ષમાં છે, માટે અત્યાર સુધી કોઈ કાર્રવાઈ કરવામાં નથી આવી. ત્યાર બાદ તેણે સીએમના દરવાજા ખખડાવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેણે જણાવ્યું કે, નશામાં આવ્યા બાદ બ્રજેશ પાંડેએ તેના પ્રાઈવેટ પાર્ટ પર હાથ ફેરવ્યો. તેને તેનો વિરોધ કર્યો તો નિખિલ અને તેનો પરિવાર તેને ટોર્ચર કરતા હતા. પરિવારના લોકોમાં નિખિલના પિતા અને ભાઈ પણ સામેલ હતા. તે તમામ સેક્સ રેકેટ ચલાવે છે. તેને પણ સપ્લાઈ કરવા માટે દબાણ કરતા હતા.
પીડિતાએ જણાવ્યું કે, નિખિલ પ્રિયદર્શી સાથે વ્હોટ્સએપ અને ફેસબુક દ્વારા તે એકબીજાને ઓળખતા થયા. ત્યાર બાદ બન્ને વચ્ચે વાતચીત થવા લાગી. એક દિવસ નિખિલ તેને બ્રજેશ પાંડેની પાસે લઈ ગયો. તે તેના બોરિંગ રોડ પર આવેલ એક ફ્લેટમાં લઈ ગયો હતો. જ્યાં કોલ્ડ્રિંકમાં નશીલો પદાર્થ ભેળવીને પીવડાવ્યું. ત્યાર બાદ તે ભાનમાં ન હતી.
નવી દિલ્હીઃ બિહાર કોંગ્રેસ પ્રદેશ ઉપાધ્યક્ષ બ્રજેશ પાંડે એક દલિત યુવતી સાથે દુષ્કર્મના મામલે ફસાઈ ગયા છે. દલિત યુવતી પણ કોંગ્રેસના જ એક નેતાની પુત્રી છે. આ ઘટનામાં એક પૂર્વ આઈએએસનો પુત્ર પણ સામેલ છે. અઢી મહિના પહેલા યુવતીએ એફઆઈઆર નોંધાવી હતી, પરંતુ પોલીસે હાથ ઊંચા કરી દીધા છે. જોકે આરોપો બાદ બ્રજેશ પાંડેએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
પીડિત યુવતીને બ્લેકમેઈલ કરવા ઉપરાંત તેની સાથે દુષ્કર્મ પણ કરવામાં આવ્યું. સાથેસાથે તેને ટોર્ચર પણ કરવામાં આવી. તેનો આરોપ છેકે બ્રજેશ પાંડે અને નિખિલ પ્રિયદર્શી સેક્સ રેકેટ ચલાવે છે. તેમાં બિહારના અનેક દિગ્ગજ નેતા અને બ્યૂરોક્રેટ પણ સામેલ છે. પોલીસ આ મામલે એસઆઈટીની રચના કરી તપાસ શરૂ કરી છે, પરંતુ અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
પીડીત યુવતી મુખ્યમંત્રી નીતીશ કુમારના દરવાજા પણ ખખડાવી ચૂકી છે. રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને સીબીઆઈને પણ પત્ર લખ્યા છે, પરંતુ ક્યાંયથી કોઈ મદદ ન મળી. થાકીને તેણે મીડિયાની મદદ લેવી પડી. આરોપી નિખિલ પ્રિયદર્શી એક પૂર્વ આઈએએસના પુત્ર તો છે જ, તેના બનેવી સીબીઆઈમાં એસપી છે. તેનો મિત્ર બિહાર ડીજીપીનો પુત્ર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -