બિહારમાં પૂરથી 367ના મોત, 19 જિલ્લાના 1.58 કરોડથી વધુ લોકો પૂરગ્રસ્ત
રાજ્ય સરકાર તરફથી પૂરમાં ફસાયેલા લોકોને સુરક્ષિત કાઢવા માટે યુદ્ધના ધોરણે બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. આજ સુધી 766357 લોકોને પૂરગ્રસ્ત વિસ્તારથી સુરક્ષિત સ્થળ પર પહોંચાડવામાં આવ્યા છે. અને 696 રાહત શિબિરોમાં 229097 લોકો આશ્રય લઈ રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂર રાહત શિબિર સિવાય જે લોકો રાહત શિબિર નથી રહી રહ્યા તે લોકો માટે સામુદાયિક રસોઈઘર ચલાવવામાં આવી રહ્યા છે. આ રીતે કુલ 1646 સામુદાયિક રસોઈઘર ચલાવામાં આવી રહ્યા છે તેમાં 423875 લોકોને ભોજન આપવામાં આવે છે.
પટના: બિહારમાં પૂરથી વધુ 26 લોકોના મોત થતા મૃતકોની સંખ્યા વધીને હવે 367 થઈ ગઈ છે તથા પૂરની ઝપેટમાં 19 જિલ્લાના એક કરોડ 58 લાખથી વધુ આબાદી છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગથી પ્રાપ્ત માહીતી અનુસાર પાડોશી દેશ નેપાળ અને બિહારમાં ભારે વરસાદના કારણે અચાનક આવેલી પૂરના કારણે રાજ્યમાં 26 લોકોના મોત થતા મરનારથી સંખ્યા વધીને 367 થઈ છે. અને પૂરથી 19 જિલ્લા એક કરોડથી વધુ પ્રજા પ્રભાવિત થઈ છે. સૌથી વધુ અરરિયામાં 80 લોકોના મોત થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -