બિહારના CM પદે નીતિશ કુમાર અને સુશીલ કુમાર મોદીએ Dy. CM પદના શપથ લીધા
પટના: મુખ્યમંત્રી નીતિશ કુમારના રાજીનામાં બાદ બિહારનું રાજકારણ ગરમાયું છે. રાજ ભવનમાં જેડીયૂ અને ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજરીમાં આજે સવારે દસ વાગ્યે નીતિશ કુમારે એકવાર ફરી બિહારના મુખ્યમંત્રી પદ પર શપથ લઇ લીધા છે. નીતિશ કુમારના છઠ્ઠી વખત બિહારના સીએમ બન્યા છે. નીતિશે આ વખતે મહાગઠબંધન સાથે જોડાણ તોડી એનડીએના સમર્થનથી સરકાર બનાવી છે. ત્યારે તેની સાથે નાયબ મુખ્યમંત્રી તરીકે ભાજપના નેતા સુશીલ કુમાર મોદીએ શપથ લીધા છે. સુશીલ મોદી 2013 સુધી બિહારના નાયબ મુખ્યમંત્રી હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનીતિશના શપથ બાદ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ નીતિશ કુમાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, નીતિશ કુમારે કૉંગ્રેસ અને મહાગઠબંધન સાથે વિશ્વાસઘાત કર્યો છે. જ્યારે બિહારના આરજેડીના ધારાસભ્ય ભાઇ વિરેન્દ્ર એ કહ્યું કે, નીતિશે ચૂપચાપ શપથ લઈ લીધા છે. રાજ્યમાં અમારી મોટી પાર્ટી છે, તેજસ્વી યાદવ પર આરોપ તો એક બહાનુ હતું. નીતિશ તો ભાજપના ખોળામાં બેસવાના હતા. પણ જનતા નીતિશ કુમારને પાઠ ભણાવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -