તેજ પ્રતાપ-એશ્વર્યાના શાહી અંદાજમાં થશે Marriage, કયા કયા VVIP મહેમાનો આપશે હાજરી, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ નેતાઓએ લગ્નમાં હાજરી આપવા માટે સંમત્તિ દર્શાવી છે. લગ્ન સમારોહમાં લગભગ 50 હજારથી વધારે લોકો હાજરી આપે તેવી શક્યતા છે. ગ્રાઉન્ડમાં લગભગ 20 હજાર જાનૈયાઓને જમાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 100થી વધારે કૂક સતત કામ કરી રહ્યા છે.
લાલૂ પ્રસાદના પુત્ર તેજ પ્રતાપના લગ્નમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન, રવિશંકર પ્રસાદ, દિગ્વિજય સિંહ, ઝારખંડના મંત્રી સરયૂ રાય, સાસંદ શત્રૂધ્ન સિન્હા સહિત નેતાઓ આ લગ્નના સાક્ષી બનશે.
આ મહેમાનો માટે 100થી વધારે કુકને જમવાની જવાબદારી સોપવામાં આવી છે. તેજ પ્રતાપનો બગી પર સવાર થઈને વરઘોડો નીકળશે અને જાનમાં 50 ઘોડાને પણ સામેલ કરવામાં આવશે.
પટના: 12 મેના રોજ એટલે આજે તેજ પ્રતાપ યાદવ અને એશ્વર્યા લગ્નગ્રંથીથી જોડાશે. બન્ને પરિવારમાં લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેજ પ્રતાપ અને એશ્વર્યાને પીઠી પણ લગાવી દેવામાં આવી છે. થોડા કલાકોમાં જ લગ્ન શરૂ થશે. આ શાહી લગ્નમાં ઘણાં VVIP મહેમાનો આવવાની શક્યતા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -