બિહાર: પ્રિન્સીપાલ સહિત 18 લોકોએ કર્યો 9માં ધોરણની વિદ્યાર્થીની પર ગેંગરેપ
હાલ મેડિકલ તપાસ માટે સગીરાને સારણથી છપરા લાવામાં આવી હતી. કોર્ટમાં નિવેદન આપવા હાજર કરાશે. સૂત્રોના મતે પીડિતાના પિતા થોડાંક દિવસ પહેલાં જ જામીન પર જેલમાંથી બહાર આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસારણ એસપી જણાવ્યું હતું કે, પીડિતાએ 18 લોકોનાં નામ બતાવ્યા હતા જેમાં 15 વિદ્યાર્થીઓ સામેલ છે. એસપી એ પણ કહ્યું હતું કે, 14 આરોપી હાલ ભાગી ગયા છે, પરંતુ તેમને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યાં છે.
પીડિતાએ કહ્યું હતું કે, તેને આ ઘટનાની ફરિયાદ સ્કૂલના પ્રિન્સીપાલ સાથે કરી હતી પરંતુ પ્રિન્સીપાલ કાર્યવાહી કરવાના બદલે પોતે પણ બે શિક્ષકોની સાથે રેપ કરવા લાગ્યા હતા.
પીડિતાને એ પણ ખબર નહોતી કે શૌચાલયમાં તેના પર કેટલાં છોકરાઓએ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારથી છોકરાઓ વીડિયો દ્વારા બ્લેકમેલ કરતાં સ્કૂલમાં જ તેના પર સામૂહિક દુષ્કર્મ કરતા રહ્યાં હતાં.
મેડિકલ તપાસ માટે છપરા લાવામાં આવેલી પીડિતાએ મીડિયાને કહ્યું હતું કે, ડિસેમ્બરમાં સ્કૂલના કેટલાંક વિદ્યાર્થીઓએ સ્કૂલના શૌચાલયમાં જ તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો અને વીડિયો બનાવ્યો હતો.
પીડિતાના જણાવ્યા પ્રમાણે તેની સાથે ડિસેમ્બર મહિનાથી હેવાનિયતની કરી રહ્યાં હતા, પરંતુ પોલીસની પાસે તે શુક્રવારના રોજ જઈ શકી હતી. કારણ કે તેના પિતા થોડા મહિનાથી જેલમાં હતા. પીડિતાએ પોતાની એફઆઈઆરમાં 18 લોકોને આરોપી બનાવ્યા છે.
બિહાર: બિહારના સારણથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પ્રાઈવેટ સ્કૂલમાં અભ્યાસ કરતી સગીર છોકરીએ સ્કૂલના પ્રિન્સીપાલ, 2 શિક્ષક, અને 15 વિદ્યાર્થીઓ પર સાત મહિનાથી ગેંગરેપ કરવાનો આરોપ લગાવ્યો છે. 9માં ધોરણની વિદ્યાર્થીના નિવેદન પર સારણ પોલીસે શુક્રવારના રોજ ચાર આરોપીઓને ધરપકડ કરી હતી જેમાં પ્રિન્સીપાલ અને એક શિક્ષક સહિત બે વિદ્યાર્થીઓ સામેલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -