એક વર્ષમાં BJPની આવકમાં થયો અધધ વધારો, બની દેશની સૌથી ધનિક પાર્ટી, જાણો વિગત
રિપોર્ટ મુજબ 2016-17માં ભાજપની આવકમાં 81.18 ટકા વધારો થયો છે. 2015-16માં ભાજપની આવક 570.86 કરોડ રૂપિયાથી વધીને 1,034.27 કરોડ રૂપિયા થઈ છે. જ્યારે આ સમયગાળામાં કોંગ્રેસને મળેલી રકમ 261.56 કરોડ રૂપિયાથી ઘટીને 225.36 કરોડ રૂપિયા થઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ તેમની આવકનો સ્રોત પણ જણાવ્યો છે. તેમને અનુદાન, દાન અને યોગદાન મારફત નાણાં મળ્યા છે. ભાજપે જણાવ્યું કે અનુદાન, દાન અને યોગદાન મારફત રૂ.997.12 કરોડ મળ્યા. તે નાણાકીય વર્ષ 2016-17 દરમિયાન કુલ આવકના 96.41 ટકા છે. બીજી બાજુ, કોંગ્રેસના સમાન સ્રોતમાંથી રૂ.50.626 કરોડ મળ્યા છે. તેની કુલ આવકના 51.32 ટકા છે.
બીજેપીએ 2016-17માં સૌથી વધારે 710.05 કરોડ રૂપિયા ખર્ચ દર્શાવ્યો છે. જ્યારે કોંગ્રેસ આ દરમિયાન કુલ 321.66 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. બહુજન સમાજ પાર્ટી (બસપા)ને 2016-17માં કુલ 173.58 કરોડ રૂપિયાની આવક થઈ છે, જ્યારે કુલ ખર્ચ 51.83 કરોડ રૂપિયા દર્શાવ્યો છે.
આવકના હિસાબે કોંગ્રેસ બીજા સ્થાને રહી છે. કોંગ્રેસને 20166-17 દરમિયાન કુલ 225.36 કરોડ રૂપિયાની આવક થઈ છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ)ને આ દરમિયાન સૌથી ઓછી 2.08 કરોડ રૂપિયા એટલે કે 0.13 ટકા જ આવક થઈ છે.
નવી દિલ્હીઃ વર્ષ 2016-17માં દેશના સાત રાજકીય પક્ષોએ કુલ 1,559.17 કરોડ રૂપિયાની આવક જાહેર કરી છે. જેમાં ભાજપની આવક સૌથી વધારે 1,034.27 કરોડ રૂપિયા રહી છે. દિલ્હી સ્થિત સંગઠન એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલમાં આ માહિતી સામે આવી છે.
આ આંકડા દેશભરમાં રાજકીય પક્ષો તરફથી દાખલ કરવામાં આવેલા ઈન્કમટેક્સ રિટર્નમાંથી લેવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશના કુલ સાત રાજકીય પક્ષોએ આ દરમિયાન કુલ 1228.26 કરોડ રૂપિયાનો ખર્ચ જાહેર કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -