જમ્મુ-કાશ્મીર BJPના પ્રદેશ સચિવ અનિલ પરિહાર અને તેના ભાઈની ગોળી મારી હત્યા
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સચિવ અનિલ પરિહાર અને તેના ભાઈ અજીત પરિહારની ગોળી મારી હત્યા કરી દીધી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર એક અજાણ્યા હુમલાવરે અનિલ પરિહાર અને તેના ભાઈ પર ફાયરિંગ કર્યું હતું. જેના બાદ તેનુ મોત થયું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે ઘટના સ્થળે હાજર અનિલ પરિહારના ભાઈ અજીત પરિહારને પણ ગોળી વાગી હતી. જે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. જો કે થોડા સમયમાં તેનું પણ મોત નીપજ્યું હતું. અજિત પરિહાર એસએફસીના કર્મચારી હતી. બન્ને ભાઈ સ્ટેશનરીના દુકાન બંધ કરીને પોતાના ઘરે આવી રહ્યા હતા. જમ્મુ કશ્મીર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જો કે હજુ સુધી હુમલાવરની ઓળખ થઈ શકી નથી. આ ઘટનાને લઇને કિશ્તવાડામાં કર્ફ્યૂની સાથે ધારા 144 લાગુ કરી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -