વાજપેયી સરકારમાં રક્ષામંત્રી રહી ચૂકેલા ભાજપના દિગ્ગજ નેતા જ્યોર્જ ફર્નાન્ડિઝનું 89 વર્ષની ઉંમરે નિધન
ફર્નાન્ડિઝ સૌથી પહેલા વર્ષ 1967માં લોકસભા સાંસદ ચૂંટાયા હતા. રક્ષામંત્રી ઉપરાંત તેમને કૉમ્યુનિકેશન, ઇન્ડસ્ટ્રી અને રેલવે મંત્રાલયોની કમાન પણ સંભાળી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યોર્જ ફર્નાન્ડિઝનો જન્મ 3 જૂન, 1930ના રોજ મેંગ્લૉરમાં થયો હતો, તે અટલ સરકારમાં ઓક્ટોબર 2001 થી મે 2004 સુધી રક્ષામંત્રી રહી ચૂક્યા છે. છેલ્લીવાર તે ઓગસ્ટ 2009 થી જુલાઇ 2010 સુધી રાજ્યસભાના સાંસદ રહ્યાં હતાં.
કહેવાઇ રહ્યું છે કે, જ્યોર્જ ફર્નાન્ડિઝ છેલ્લા થોડાક સમયથી સ્વાઇન ફ્લૂથી પણ પીડિત હતા, ડૉક્ટરોએ જણાવ્યુ કે સ્વાઇન ફ્લૂના કારણેજ તેમનું નિધન થયુ છે. જ્યોર્જ ફર્નાન્ડિઝનો પુત્ર વિદેશમાં રહે છે, તેના ભારત આવ્યા બાજ જ્યોર્જ ફર્નાન્ડિઝનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
નવી દિલ્હીઃ ભારતના પૂર્વ રક્ષામંત્રી જ્યોર્જ ફર્નાન્ડિઝનું 89 વર્ષની ઉંમરે નિધન થયુ છે, તે ઘણા લાંબા સમયથી અલ્ઝાઇમર રોગથી પીડિત હતા અને ત્યારથી તે પથારીવશ જ રહ્યાં કરતાં હતા. દિલ્હીની એક હૉસ્પીટલમાં તેમને જિંદગીનો છેલ્લો શ્વાસ લીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -