આમ આદમી પાર્ટીના મંચ પરથી ભાજપના શત્રુધ્ન સિન્હા બોલ્યા- PM મોદી 'તથાકથિત ચાવાળા' છે
તેમણે કહ્યું, 'હું મંત્રી બનવાથી પણ ઉપર નિકળી ગયો છું, હું અટલ બિહારી વાજપેયના કાર્યકાળમાં મંત્રી હતો. ત્યારબાદ જેવાતેવાને મંત્રી બનાવી દેવામાં આવ્યા. વકીલને નાણા મંત્રી બનાવ્યા. ટીવીની એક્ટ્રેસને HRD મિનિસ્ટર બનાવ્યા' તેમણે કહ્યું અમારી સરકારમાં દલિતો પરેશાન છે, ખેડૂતોને પોતાના શાકભાજી ફેંકવા ફેંકવા પડે છે, કોઈને રોજગાર નથી મળી રહ્યો. શત્રુધ્ન સિન્હાએ ગંગા સફાઈ અભિયાન પર સવાલ ઉઠાવતા કહ્યું, ગંગા ક્યાં જતી રહી, ગંગા માટે કંઈક કરવું પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: ભારતીય જનતા પાર્ટીના સાંસદ શત્રુધ્ન સિન્હાએ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું એક તથાકથિત ચા વેચવા વાળો ક્યાંથી ક્યાં પહોંચી શકે છે, તો હું નોટબંધી અને જીએસટી પર કેમ ન બોલી શકુ? તેમણે કહ્યું જીએસટી શું છે? તેનો મતલબ છે- 'ગઈલ સરકાર તોહાર'. પટના સાહિબથી ભાજપ સાંસદ શત્રુધ્ન સિન્હાએ આમ આદમી પાર્ટીની જન અધિકાર રેલીને વારાણસીમાં સંબોધિત કરતા પીએમ મોદી, અરૂણ જેટલી અને સ્મૃતિ ઈરાની પર પણ નિશાન સાધ્યું હતું.
શત્રુધ્ન સિન્હાએ કહ્યું ચૂંટણી નજીક છે. ખૂબ વાયદાઓ થશે. લાખો રૂપિયા આવશે. જ્યાં નદી નહી હોય ત્યાં પણ પૂલ બનાવી દેશે. હું તમામ છોડીને ભાજપમાં આવ્યો પરંતુ સૌથી પહેલા ભારતનો છું. તેમણે કહ્યું અટલજીની સરકારમાં મંત્રી હતો. મંત્રી બનવું મારી મહત્વકાંક્ષા નથી. પરંતુ મારા પર કોઈ આરોપ નથી લાગ્યો, છતાં કેમ મંત્રી પદથી દૂર રાખવામાં આવ્યો.
શત્રુધ્ન સિન્હાએ કહ્યું જ્યાં સુધી તેઓ ભાજપમાં છે ત્યાં સુધી પાર્ટીની મર્યાદાનું પાલન કરતો રહીશ પરંતુ મુદ્દાઓ પર નામ લીધા વગર વાત કહીશ. બિહારમાં ઈગ્નોર કરવામાં આવતા તેમણે કહ્યું, કરવાવાળા જરૂર ઈગ્નોર કરે છે પરંતુ તે કોઈનું નામ નથી લેવા માંગતા. વર્તમાનમાં અધોષિત આપાતકાલના પોતાના નિવેદનો પર કહ્યું તેઓ સંધર્ષ કરવાની તાકાત રાખે છે અને દેશ પાર્ટીથી મોટો છે એટલે નિવેદનો ભારતની જનતા માટે છે પાર્ટી માટે નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -