તાંત્રિકની સલાહ પર રાહુલ ગાંધીએ મોદીને લગાવ્યા હતા ગળે, જાણો કોણે લગાવ્યો રાહુલ પર આવો આક્ષેપ
બગ્ગાએ કહ્યું કે, હવે રાહુલ ગાંધીએ એવું બતાવવું જોઈએ કે તે તાંત્રિકના કહેવા પર વડાપ્રધાનને ગળે મળ્યા હતા. જો આ વાતમાં સચ્ચાઈ હોય તો દેશની સૌથી જૂની પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા તંત્ર મંત્ર અને અંધવિશ્વાસનો સહારો લેવો ખૂબ જ નિંદનીય હરકત કહેવાય.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાહુલના આ પગલાને તેનો માસ્ટર સ્ટ્રોક કહેવામાં આવે છે. કહેવાય છે કે પહેલા તો પીએમ સમજી ન શક્યા કે રાહુલ ગળે કેમ મળી રહ્યા છે, જ્યાં સુધી તેમને રાહુલના માસ્ટર સ્ટ્રોકની વાત સમજવામાં આવી ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચુક્યું હતું. જોકે પીએમ મોદીએ તેને પરત બોલાવીને પીઠ થાબડી હતી.
તેમણે એમ પણ કહ્યું કે, તાંત્રિકે રાહુલ ગાંધીને ભાષણ પૂરું થયા બાદ કોઈપણ રીતે વડાપ્રધાનની ખુરશીને સ્પર્શવાની સલાહ આપી હતી. રાહુલ ગાંધી સીધે સીધા વડાપ્રધાનની ખુરશીને સ્પર્શી શકે તેમ નહોતા. તેથી તેઓ ગળે મળવાના બહાને ત્યાં સુધી ગયા અને આ દરમિયાન તેમની ખુરશીને પણ સ્પર્શ કર્યો.
બીજા દિવસે ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં આયોજિત એક રેલીમાં વડાપ્રધાને કોંગ્રેસ અને રાહુલ ગાંધીને ટોણો માર્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે અમે અવિશ્વાસ પ્રસ્તાવ લાવનારાને આનું કારણ પૂછ્યું તો તેઓ ગળે પડી ગયા.
બગ્ગાએ ટ્વિટ કરીને કહ્યું કે, રાહુલ ગાંધીએ એક તાંત્રિકના કહેવા પર વડાપ્રધાન મોદીને ગળે લગાવ્યા હતા. તાંત્રિકે એવી સલાહ આપી હતી કે રાહુલ તેના ભાષણ બાદ વડાપ્રધાનની ખુરશીને સ્પર્શ કરી લેશે તો તેના પીએમ બનવાના યોગ મજબૂત થઈ જશે.
નવી દિલ્હીઃ રાહુલ ગાંધી ગત સપ્તાહે સંસદમાં તેના ભાષણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ્યો હતો. જેની અસર હજુ સુધી ભાજપ અને રાજકીય બજારમાં જોવા મળી રહે છે. આ દરમિયાન દિલ્હી ભાજપના પ્રવક્તા તજિંદર પાલ સિંહ બગ્ગાએ એક એવો ખુલાસો કર્યો છે કે જે સાંભળીને હેરાન થઈ જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -