BJP મહાકુંભમાં મોદીનો કોંગ્રેસ પર એટેક, કહ્યું- પાર્ટી અધ્યક્ષ કેવો હોવો જોઇએ તે અમિત શાહ પાસેથી શીખો
આ રેલીમાં ખુદ વડાપ્રધાન હાજર રહીને કાર્યકરોને સંબોધી રહ્યાં છે. આ રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ, રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સહિતના કેટલાય દિગ્ગજ નેતા હાજર રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજેપી અધ્યક્ષ અમિત શાહે રેલીને સંબોધિત કરતાં કહ્યું કે, અમે આસામમાં એનઆરસી લાવવાનુ કામ કર્યુ. તેમાં 40 લાખ ઘૂસણખોરો બહાર આવ્યા. કોંગ્રેસ એનઆરસી પર એવી રીતે બુમો પાડી રહી છે જેમ કે તેમની દાદી મરી ગઇ હોય.
મોદીએ કહ્યું કે, રાહુલ ગાંધી પર એટેક કરતાં કહ્યું કે કોઇપણ પાર્ટીનો અધ્યક્ષ કેવો હોવો જોઇએ તે અમિત શાહે બતાવ્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલીને સંબોધિત કરતા કહ્યું કે, આપણ બીજેપીના કાર્યકર્તા છીએ તે સૌભાગ્યની વાત છે. બીજેપીનું દરેક કાર્યકર દેશની સેવામાં સમર્પિત છે. અમારી પાર્ટીની દેશમાં 19 રાજ્યોમાં સરકાર છે અને અમે દુનિયાની સૌથી મોટી પાર્ટી છીએ.
ભોપાલઃ મધ્યપ્રદેશમાં ચૂંટણીનું બ્યૂગલ ફૂંકવામાં આવી ચૂક્યુ છે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની યાત્રા પહેલા જ નીકળી રહી છે અને હવે આજે ભોપાલમાં બીજેપી કાર્યકર્તાઓના મહાકુંભનું આયોજન કરવામાં આવ્યુ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -