BJPની મહિલા ધારાસભ્યનું માયાવતી પર વિવાદસ્પદ નિવેદન, કહ્યું “ના તે નર છે ના તો નારી ”
નવી દિલ્હી: ઉત્તરપ્રદેશમાં ભાજપના મહિલા ધારાસભ્ય સાધના સિંહે બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતી પર વિવાદસ્પદ નિવેદન આપ્યું છે. સાધના સિંહે ગેસ્ટ હાઉસ કાંડનો ઉલ્લેખ કરતા કહ્યું કે જે મહિલા સાથે આવી ઘટના બને છે. તેને કલંકિત માનવામાં આવે છે. તેમણે માયાવતીને લઈને કહ્યું તે ના તો નર છે ના તો નારી તે કિન્નરથી પણ વધુ બદતર છે. જ્યારે સાધના સિંહ અમર્યાદિત નિવેદન આપી રહી હતી ત્યારે ત્યારે મંચ પર પાર્ટીના મહામંત્રી પંકજ સિંહ પણ ઉપસ્થિત હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાધના સિંહે આગળ કહ્યું કે જે દિવસે મહિલાનો બ્લાઉઝ, પેટીકોટ અને સાડી ફાટી જાય, તે મહિલા સત્તા માટે આગળ આવતી નથી. તેને આખા દેશની મહિલા કલંકિત માને છે. તેઓ તો કિન્નરથી પણ વધુ બદતર છે. કારણ કે ના તો તે નર છે અને ના તો મહિલા છે.
કિસાન કુંભ અભિયાન કાર્યક્રમમાં સાધના સિંહે કહ્યું કે, જ્યારે દ્રોપદીનું ચીર હરણ થયું તેના બાદ મહાભારત થયું. પરંતુ સપાએ મયાવતીનું ચીરહરણ કર્યું, તેના બાદ પણ સત્તાની લાલચમાં આવીને તેઓએ સપા સાથે ગઠબંધન કરીને મહિલાઓના સતીત્વ પર દાગ લગાવ્યો છે. જણાવી દઇએ કે સાધના સિંહ ચંદૌલી જિલ્લાની મુગલસરાય વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે.
ભાજપ મહિલા ધારાસભ્યના આ વિવાદિત નિવેદન પર બસપા મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રાએ તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, તેમણે જે રીતે અમારી પાર્ટી અધ્યક્ષ માટે શબ્દોનો ઉપયોગ કર્યો છે, તે ભાજપનું સ્તર દર્શાવે છે. સપા-બસપાના ગઠબંધનની જાહેરાત બાદ ભાજપ નેતાઓએ પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું છે અને તેમને આગ્રા અને બરેલીની મેન્ટલ હોસ્પિટલોમાં દાખલ કરાવા જોઇએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -