સંસદ ઠપઃ વેંકૈયા નાયડૂએ રદ કર્યું ડિનર, મનોજ તિવારીએ લખ્યો સેલરી કાપવાનો લેટર
નવી દિલ્હીઃ છેલ્લા 12 દિવસથી સંસદ ચાલવા નહીં દેવાના કારણે રાજ્યસભાના સભાપિત વેંકૈયા નાયડૂ ઘણા નારાજ છે. જેના કારણે તેમણે રાજ્યસભા સાંસદો માટે 21 માર્ચે આયોજિત કરેલું ડિનર રદ કરી દીધું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે ગૃહમાં જ્યારે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ દ્વારા ઇરાકમાં આઇએસઆઇએસઆઇ દ્વારા મારી નાંખવામાં આવેલા 39 ભારતીયોની સૂચના આપી રહ્યા હતા ત્યારે તેઓ વિપક્ષના હંગામાથી નારાજ હતા. હંગામો કરતા સભ્યોને તેમણે ચેતવણી આપતા કહ્યું કે, જો આમ જ કરતા રહેશો તો હું ખુદ ગૃહમાંથી જતો રહીશ. આ ઉપરાંત ઇરાકમાં માર્યા ગયેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવતી હતી ત્યારે પણ વિપક્ષે હંગામો કર્યો હતો.
ગૃહમાં વિપક્ષના હંગામાને ડોતાં ઉત્તર-પૂર્વ દિલ્હા સાંસદ અને દિલ્હી બીજેપી અધ્યક્ષ મનોજ તિવારીએ સ્પીકર સુમિત્રા મહાજનને પત્ર લખીને તમામ સાંસદોની સેલરી કાપવાની ભલામણ કરી છે. તેણે પત્રમાં લખ્યું છે કે ગૃહમાં સભ્યોનું આચરણ જોઈને નિરાશા થઇ છે. સતત હંગામાના કારણે સંસદ અને દેશને ભારે નુકસાન થઇ રહ્યું છે.
તિવારીએ લખ્યું છે કે,દેશની જનતાએ કાનૂન બનાવવા માટે તેમને સંસદમાં મોકલ્યા છે, આ લોકો જ દરરોજ કાનૂન તોડે છે અને તેમની જવાબદારીથી ભાગી રહ્યા છે. આ કારણે નો વર્ક, નો પેના આધારે સારી પહેલ કરતા રચનાત્મક કાર્ય નહીં થવા પર સંસદ સભ્યોના પગાર કાપવાનો પ્રસ્તાવ રાખું છું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -