કર્ણાટકમાં જો ધારાસભ્યોને બંધક બનાવવામાં ન આવ્યા હોત તો અમારી સરકાર હોત: અમિત શાહ
અમિત શાહે કૉંગ્રેસ-જેડીએસ પર નિશાન સાધતા કહ્યું, આજે જ્યારે સરકાર બનાવવા માટે JDS અને કોંગ્રેસ એક પ્લેટફોર્મ પર આવ્યા તો કર્ણાટકની જનતા જશ્ન નથી મનાવી રહી. કોંગ્રેસ અને JDS જશ્ન મનાવી રહ્યાં છે. કોંગ્રેસ કઈ વાતનું જશ્ન મનાવે છે. કોંગ્રેસની બેઠક 122 હતી, 78 સીટ રહી ગઈ. મિનિસ્ટર હારી ગયા, મુખ્યમંત્રી હારી ગયા ત્યારે શું આ વાતનું જશ્ન મનાવે છે કોંગ્રેસીઓ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમિત શાહે કહ્યું કે, JDSએ પ્રચાર દરમિયાન કોંગ્રેસની નિષ્ફળતાઓ જ ગણાવી હતી. પરિણામ સ્પષ્ટ બતાવે છે કે જનતાએ કોંગ્રેસને નકાર્યું છે. આ કન્ફયૂઝ મેન્ડેટ નથી. મેજીક ફિગરથી અમે માત્ર 7 બેઠક જ દૂર રહ્યાં. ભાજપ લગભગ 13 સીટો નોટાથી પણ ઓછા માર્જીનથી હાર્યું છે. બેંગલુરુમાં અમે 6 બેઠક નોટાથી પણ ઓછા માર્જીનથી હાર્યા.
અમિત શાહે કહ્યું, જો અમે સરકાર બનાવવાનો દાવો ન કરત તો કર્ણાટકના જનાદેશ અનુસાર આ કામ ન થાત. 104 સીટોના જનાદેશ પછી વિશેષ રૂપથી કોંગ્રેસ વિરૂદ્ધ જનાદેશ પછી અમે આ દાવો કર્યો હતો, જેમાં કંઈ જ અનુચિત ન હતું. પરિણામ સ્પષ્ટ રીતે બતાવે છે કે જનતાએ કોંગ્રેસને નકાર્યું છે.
અમિત શાહે આરોપ લગાવ્યો કે પરિણામ બાદ કૉંગ્રેસે પોતાના ધારાસભ્યોને પાંચ સિતારા હોટલમાં બંધક બનાવ્યા. તેમણે કહ્યું કૉંગ્રેસ અને જેડીએસ જો પોતાના ધારાસભ્યોને વિજય સરધસ કાઢવાની અનુમતિ આપી હોત તો પણ આજે કર્ણાટકમાં ભાજપની સરકાર બની હોત.
નવી દિલ્લી: કર્ણાટકના પરિણામ બાદ રાજકીય નાટક અને યેદૂરપ્પાના રાજીનામા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પત્રકાર પરિષદને કરી કૉંગ્રેસ-જેડીએસ પર નિશાન સાધ્યું હતું. અમિત શાહે કહ્યું અમારા ઉપર હૉર્સટ્રેડિંગના આરોપ લગાવી રહ્યા છે પરંતુ કૉંગ્રેસે તો પોતાનું આખેઆખુ અસ્તબળ વેંચી ખાધુ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -