PDP કઈ ચાલ રમવાનું હતું તેની ભાજપને પડી ગઈ હતી ખબર, ભાજપે કયો બનાવ્યો સીક્રેટ પ્લાન, જાણો વિગત
સુત્રના આધારે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પીડીપીના નિર્ણય બાદ ઓપરેશન ઓલ આઉટ ફાસ્ટ કરે છે તો હિમવર્ષાના કારણે બહુ મુશ્કેલી પડે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે કાશ્મીર મુદ્દે બહુ વિચાર કર્યો હતો ત્યાર બાદ દેશની અખંડતા અને રાષ્ટ્રવાદના નામ પર ગઠબંધનથી હટવાનો નિર્ણય કર્યો હતો.
આ સિવાય ગઠબંધન તૂટવાનું વધુ એક મહત્વપૂર્ણ કારણ સામે આવ્યું છે 2019ની લોકસભા ચૂંટણી. સુત્રોના જણાવ્યા પ્રમાણે ઓપરેશન ઓલ આઉટ બીજેપીને ચૂંટણી પહેલા ફાયદો પહોંચાડશે. આ માટે આ પગલા બીજેપીને અચાનક લેવા પડ્યા હતાં. ત્યાર બાદ બીજેપીએ મંથન કર્યુ હતું.
આવી પરિસ્થિતમાં ગઠબંધન તોડીને રાજ્યપાલ શાસનમાં ઓપરેશનને અંજામ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તમને યાદ હોય તો બીજેપીના નેતા ઘણીવાર આરોપ લગાવી ચૂક્યા છે કે આતંકીઓની વિરુદ્ધ કાર્યવાહીમાં પીડીપીનો પૂરો સહયોગ મળતો નથી. આ માટે બીજેપીએ પીડીપી સાથે છેડો ફાળી નાખ્યો હતો.
રમઝાનમાં આવા કટ્ટરવાદીઓનું લિસ્ટ બનાવવામાં આવ્યું હતું, જે યુવાનોને આતંકવાદ તરફ ધકેલી રહ્યા હતાં. સુત્રોના જણાવ્યા અનુસાર બીજેપીના એક નેતાનું કહેવું હતું કે, ઓપરેશનમાં યૂનીફાઈડ કમાન્ડના હેડ મુખ્યમંત્રી હોય છે અને જો પીડીપી-બીજેપીની સરકાર ટકી રહી હોત તો આ ઓપરેશનના હેડ તરીકે મુખ્યમંત્રી મહબૂબા મુફ્તી હોત જોકે આ ઓપરેશનમાં તેઓ અડચણ ઊભી કરતા હતા જેના માટે ભાજપે છેડો ફાડી નાખ્યો હતો.
જોકે બીજેપી અધ્યક્ષ અમિત શાહને જમ્મુ ભાજપ અને સંઘ કેડરથી નારાજગીનો રિપોર્ટ મળ્યો હતો. ત્યાર બાદ કેડરમાં એનર્જી ટ્રાન્સમિટ કરવા માટે ઓપરેશન ઓલ આઉટ ઝડપી કરવાની રણનીતિ બીજેપી તૈયાર કરી રહી હતી.
જમ્મુ-કાશ્મીર: જમ્મુ કાશ્મીરમાં મંગળવારે પીડીપી સાથે ત્રણ વર્ષ જૂનું ગઠબંધન બીજેપીએ નાટકિય અંદાજમાં તોડી નાખ્યું હતું. બીજેપીએ આરોપ લગાવ્યો હતો કે, પીડીપી સરકાર ચલાવવામાં અસફળ રહી હતી. આ માટે દેશહિતમાં હવે જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે, પીડીપ ઓક્ટોબર સુધીમાં સરકાર તોડવાની તૈયારીમાં હતી. ત્યાર બાદ બીજેપીને પહેલાથી ખબર પડી ગઈ હતી અને સરકાર પાડી દીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -