BJPનો માત્ર મધ્યપ્રદેશમાં જ 200+ નો હતો ટાર્ગેટ, 5 રાજ્યો મળીને પણ ન લાવી શક્યા આટલી સીટ
સિંધિયાએ કહ્યું કે, “અમારું લક્ષ્ય ભ્રષ્ટાચારની સરકારને ઉખેડી ફેંકવાનું હતું. જનતાએ જે જનાદેશ આપ્યો છે તે બતાવે છે કે શિવરાજ સરકારથી લોકો ખુશ નહોતા. અમે શિવરાજને સિંહ ચૌહાનને 15 વર્ષથી સમજવાની કોશિશ કરતા હતા. તેઓ કહેતા હતા કે અબકી બાર 200 પાર પરંતુ પાંચ રાજ્યોમાં મળીને પણ 200 સીટ આવી નથી.”
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમધ્યપ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કમલનાથ, દિગ્વિજય સિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજયપાલને મળી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.
230 સીટવાળી મધ્યપ્રદેશ વિધાનસભામાં 2013ની સરખામણીએ કોંગ્રેસને 56 સીટનો ફાયદો થયો છે. ગત વર્ષે પાર્ટી અહીં 58 સીટ પર જીતી હતી. આ વખતે 114 સીટ મળી છે. જ્યારે બીજેપીને મોટું નુકસાન થયું છે. ભાજપની સીટ 165થી ઘટીને 109 થઈ ગઈ છે. શિવરાજ સિંહે આજે રાજ્યપાલ આનંદીબેન પટેલને રાજીનામું સોંપ્યું હતું.
ચૂંટણી પંચના આંકડા મુજબ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મિઝોરમ અને તેલંગાણા વિધાનસભાની કુલ 678 સીટમાંથી બીજેપીએ 199 સીટ પર જીત મેળવી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સત્તા ગુમાવવી પડી છે. પાંચ રાજ્યોમાં કોંગ્રેસને 305 સીટો મળી છે. ભાજપને મધ્યપ્રદેશમાં ભાજપને 109, રાજસ્થાનમાં 73, છત્તીસગઢમાં 15, મિઝોરમ અને તેલંગાણામાં 1-1 સીટ મળી કુલ 199 બેઠકો મળી છે.
નવી દિલ્હીઃ હિન્દી પટ્ટાના ત્રણ રાજ્યોમાં જીતથી કોંગ્રેસમાં ઉત્સાહનો સંચાર થયો છે. પાર્ટી નેતા બીજેપી પર નિશાન સાધી રહ્યા છે. મધ્યપ્રદેશમાં 15 વર્ષ બાદ કોંગ્રેસને સત્તાનો સ્વાદ ચખાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, “બીજેપીએ માત્ર મધ્યપ્રદેશમાં 200થી વધારે સીટ જીતવાનો દાવો કરતી હતી, પરંતુ પાંચ રાજ્યોમાં મળીને પણ આટલી સીટ જીતી શકી નથી.”
- - - - - - - - - Advertisement - - - - - - - - -