ભાજપ હિંસાની રાજનીતિ કરી દેશ સળગાવી રહ્યું છે, સ્કૂલ બસ હુમલા પર બોલ્યા રાહુલ ગાંધી
રાહુલે ટ્વીટ કરી કહ્યું કે, ‘’બાળકો વિરુદ્ધ હિંસાને યોગ્ય ઠરાવવા માટે કોઇપણ કારણ મોટુ નથી હોઇ શકતું. ધૃણા અને હિંસા નબળા લોકોનું હથિયાર છે. ભાજપ ધૃણા અને હિંસાનો ઉપયોગ કરી દેશમાં આગ લગાવી રહી છે.’’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ફિલ્મ પદ્માવતના વિરોધમાં કરણી સેના તરફથી ગુરુગ્રામમાં એક સ્કૂલની બસ પર હૂમલો કરાયો હતો, જેની કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નિંદા કરી છે. રાહુલે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે બીજેપી ધૃણા અને હિંસાનો ઉપયોગ કરી દેશમાં આગ લગાવી રહી છે.
ડ્રાઇવરે જ્યારે ધ્યાન ના આપ્યું તો અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો, સ્કૂલ બસના કર્મચારીઓ અને શિક્ષકોએ બાળકોને સુરક્ષા માટે સીટ નીચે સંતાઇ જવા અને ડ્રાઇવરને બસ રોકવા કહ્યું. બસના કેટલાક કાંચ તોડી નંખાયા હતા.
વિવાદોથી ઘેરાયેલી ફિલ્મ 'પદ્માવત' સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દેશભરના થિએટર્સમાં રિલીઝ થઇ ગઇ છે. વિરોધને લઇને ચાર રાજ્યોમાં ફિલ્મનું પ્રદર્શન અટક્યું છે. તો વળી બીજીબાજુ કરણી સેનાએ કેટલાક દિવસોથી જબરદસ્ત વિરોધ કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -