મોદી-શાહના દાવમાં ફસાયું કોંગ્રેસ, ફરી એકવાર કર્ણાટકમાં બીજેપીની વાપસી સાથે એનડીએનો 21 રાજ્યોમાં દબદબો
મોદી અને અમિત શાહની આગેવાનીમાં ભાજપની આજે દક્ષિણમાં પહેલી મોટી પરીક્ષા છે. વળી દક્ષિણ ભારત જેને ઢાંકણું પણ કહેવામાં આવે છે. આ જગ્યાને ફતેહ કરવા માટે મુઘલોથી લઇ અંગ્રેજોનો પણ પરસેવો પડી ગયો હતો. મોદી-શાહની જોડી માટે 2019 પહેલા આ સૌથી મોટી ચૂંટણીની શરૂઆતમાં 150 બેઠકો જીતવાના લક્ષ્યને લઇને ઉતરેલી બીજેપીએ છેલ્લા દિવસોમાં પોતાના ટાર્ગેટને ઘટાડીને 130 કરી દીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકર્ણાટકમાં પીએમ મોદીએ 6 દિવસમાં 21 રેલીઓ કરી છે અને 5 વાર નમો એપ દ્વારા બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા છે. બીજેપીનો દાવો છે કે આ એપના માધ્યમથી મોદી 25 લાખ લોકો સુધી પહોંચ્યા છે. કર્ણાટકની ચૂંટણી પ્રચારમાં પીએમ મોદીએ ભલે 6 દિવસ વિતાવ્યા પણ અમિત શાહ છેલ્લા 6 મહિનાથી કેટલીય વાર કર્ણાટક ગયા હતા.
કર્ણાટકમાં બીજેપી 2008થી 2013ની વચ્ચે સત્તામાં આવી હતી, સાઉથમાં પહેલીવાર કમળ ખિલાવવા વાળા યેદુયુરપ્પા પર મોદી-શાહની જોડીએ 2018માં ફરીથી દાવ ખેલ્યો, ઉપરાંત નરેન્દ્ર મોદીએ ખુદ મેદાનમાં ઉતરીને ધૂંઆદાર પ્રચાર કર્યો. મોદી માટે આ ચૂંટણી ખુબ મહત્વની માનવામાં આવતી હતી.
કર્ણાટક ચૂંટણીને 2019ની લોકસભા ચૂંટણીની ક્વાર્ટર ફાઇનલ કહેવામાં આવી રહી છે. જો બીજેપી આ ચૂંટણીને જીતે છે તો 2019 માટે તેનો રસ્તો આસાન થઇ જશે. વળી, આ જીતથી 21 રાજ્યોમાં એનડીએની સરકાર બની જશે. જો બીજેપી જીતે છે તો ફરી એકવાર આ વાત નક્કી થઇ જશે કે મોદી લહેર યથાવત છે.
બેગ્લુંરુઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે આવી રહ્યાં છે, શરૂઆતી વલણમાં ભાજપને કર્ણાટકમાં ભાજપને બહુમતી મળતી દેખાઇ રહી છે. કર્ણાટકનો આ વિધાનસભા જંગ 2019ની લોકસભા ચંટણીનો ક્વાર્ટર ફાઇનલ જંગ માનવામાં આવી રહ્યો છે. અને તેનું કારણ છે વડાપ્રધાન મોદીએ કર્ણાટકમાં 6 દિવસમાં 21 રેલીઓ કરી હતી. વળી ભાજપ અધ્યક્ષ અમિત શાહે કર્ણાટકમાં 27 રેલીઓ કરી, પીએમ મોદી અને ભાજપ માટે આ ચૂંટણી ખાસ મહત્વની માનવામાં આવી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -