Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
કયા રાજ્યની પેટા ચૂંટણીમાં ભાજપે 67માંથી 66 બેઠકો પર કબ્જો મેળવ્યો, જાણો વિગત
આ ઉપરાંત ભાજપના પ્રવક્તા નાબેન્દુ ભટ્ટાચાર્યે સીપીએમ અને કોંગ્રેસના આરોપો ફગાવતા કહ્યું હતું કે, આ બે પાર્ટીઓ તરફથી લોકોનો મોહભંગ થયો છે. કારણ કે બંને પાર્ટીઓનો હાલની વિધાનસભા ચૂંટણીમાં જનાધાર ખતમ થઈ ચૂક્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંગ્રેસ નેતા હરેકૃષ્ણ ભૌમિક તથા તપસ ડેએ જણાવ્યું હતું કે, તેમની પાર્ટીએ 76 બેઠકોમાંથી અડધાથી વધુ બેઠકો પર ફેરચૂંટણી કરાવવાની માગણી કરી છે. કારણ કે આ બેઠકો પર ભાજપના કાર્યકર્તાઓએ ચૂંટણી પંચના અધિકારીઓ સાથે મળીને કબ્જો જમાવ્યો હતો.
ત્રિપુરા રાજ્ય ચૂંટણી પંચ (ટીએસઈસી)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ભાજપના ઉમેદવારોએ ચૂંટણીમાં 67 બેઠકોમાંથી 66 બેઠકો પર જીત મેળવી હતી. પાર્ટી અગાઉથી 91 બેઠકો પર નિર્વિરોધ જીત મેળવી ચૂકી હતી. અધિકારીએ કહ્યું હતું કે, પાનિસાગર મ્યુનિસિપલ કાઉન્સિલની એકમાત્ર બેઠક સીપીએમના ફાળે ગઈ છે. ટીએસઈસીએ ગત મહિને 14 નગર પંચાયતોની 158 બેઠકો માટે પેટાચૂંટણીના પરિણામો જાહેર કર્યાં હતાં. જેમાં અગરતલા નગર નિગમના પરિણામો પણ સામેલ હતાં.
અગરતલા: રાજ્યમાં સત્તારૂઢ ભાજપે મ્યુનિસિપલ કાઉન્સિલ્સ અને અગરતલા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખાલી પડેલી બેઠકો માટે થયેલી પેટાચૂંટણીમાં શુક્રવારે એકતરફી જીત મેળવી હતી. કુલ 67 બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપે 66 બેઠકો પર જીત મેળવીને સપાટો બોલાવ્યો હતો. આ બેઠકો માટે ગુરૂવારે મતદાન યોજાયું હતું. નગર નિગમની ચૂંટણીમાં ભાજપની પ્રતિષ્ઠા દાવ પર લાગી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -