આ ફિલ્મી સુપરસ્ટારે જયપુરમાં વેચ્યાં પાપડ ને કોઈએ ઓળખ્યો પણ નહીં, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆનંદકુમાર બિહારના ગણિતશાસ્ત્રી છે. જેમણે 2002માં પટનામાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ ટેક્નોલોજીની પરીક્ષા માટે ગરીબ બાળકોને મદદ કરવા ‘સુપર 30’ પ્રોગ્રામ શરૂ કર્યો હતો. આ પ્રોગ્રામ દ્વારા આનંદ એક પરીક્ષા લેતાં હોય છે જેમાં તે 30 બાળકોને પસંદ કરે છે.
મુંબઈ: બોલિવૂડ એક્ટર ઋતિક રોશન હંમેશા પોતાની એક્ટિંગમાં કંઈક નવું લાવવાનો પ્રયાસ કરતો હોય છે. ઋતિક હવે બહુ જલ્દી ‘સુપર 30’માં જોવા મળશે અને તેણે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. ફિલ્મના શૂટિંગની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે જેમાં તે જયપુરના રસ્તાઓ પર સાયકલ પર પાપડ વેચતો દેખાઈ રહ્યો છે. આ તસવીરોમાં ઋતિકનો લુક બિલકુલ અલગ જ જોવા મળી રહ્યો છે અને તેને ઓળખવો પણ મુશ્કેલ બની ગયો હતો.
આ 30 બાળકોને તે એક વર્ષ સુધી ઇન્સ્ટિટ્યુશન ઓફ ટેક્નોલોજીની પરીક્ષા માટે તૈયારી કરાવે છે અને એ દરમિયાન તેમને તમામ સુવિધા પૂરી પાડે છે એથી વિકાસ બહલ આનંદકુમારની બાયોપિક બનાવી રહ્યો છે જેમાં ઋતિક ગણીતશાસ્ત્રીનો રોલ ભજવી રહ્યો છે.
‘સુપર 30’માં ઋતિક આનંદકુમારનો રોલ કરી રહ્યો છે અને તેણે આ લુક મેળવવા બહુ મહેનત કરી હોય એમ લાગી રહ્યું છે. તસવીરોમાં તે સાયકલ પર બેસીને પાપડ વેંચતો જોવા મળી રહ્યો છે. આ તસવીર જોઈને સ્પષ્ટ લાગે છે કે ઋતિક તેના પાત્રમાં સંપૂર્ણ રીતે અંદર ઉતરી ગયો હોય. આ ફિલ્મમાં ઋતિકની અભિનેત્રી તરીકે નાના પડદાની એક્ટ્રેસ મૃણાલ ઠાકુર જોવા મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -