બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીની આવી હતી લક્ઝુરિયસ Life Style, જુઓ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેના વોર્ડ રોબમાં મોંઘામાં મોંઘી બ્રાન્ડની જ્વેલરી, પરફ્યુમ, સાડીઓ વગેરે જોવા મળતી. રવિવારના દિવસે જો સમય મળે તો આ ગ્રેસફુલ દિવા પોતાના વોર્ડ રોબ માટે ફાળવે છે. બોની કપૂર પોતાની સુંદર પત્નીની લાઈફસ્ટાઈલ પર મહિને લાખ્ખો રૂપિયા ખર્ચતો હતો.
શ્રીદેવી અને તેનો પરિવાર રજાના દિવસે ઘરની આસપાસ આવેલી કોઈ વૈભવી જગ્યાએ જવાનુ પસંદ કરે છે. શ્રીદેવી તેના પરિવાર આ વર્ષના જુન મહિનામાં જ ન્યુયોર્કમાં વેકેશન ગાળીને આવી હતી. રવિવારનો દિવસ તે પોતાની બંને દિકરીઓ માટે ફાળવતી હતી.
સવારે વહેલા ઉઠી પતી કે દિકરીઓ સાથે વોકિંગ પણ કરતી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે શ્રીદેવી અને તેમના પતિ બોની કપૂરની કુલ સંપત્તિ 3.5 કરોડ ડોલર એટલે કે અંદાજે 227.5 કરોડ રૂપિયા છે.
શ્રીદેવી મુંબઈમાં પતિ અને બે દિકરી જાન્હવી તથા ખુશી સાથે રહેતી હતી. આ બ્યુટિફુલ એક્ટ્રેસનું ઘર પણ ચેન્નાઈ સીઆઈટી નગરમાં આવેલું છે. રવિવારે શ્રીદેવી ઘણીવાર જાતે રસોઈ બનાવવાનું પંસદ કરતી હતી.
શ્રીદેવીના મેક-અપ, મેક ઓવર અને લકઝરી લાઈફસ્ટાઈલ માટે બોની કપૂરને દર મહિને ખિસ્સામાંથી રૂ. 25 લાખ કાઢવા પડતાં હતાં. હવે તો જાહન્વી અને ખુશી કપુર પણ મમ્મીને ફોલો કરે છે. કપૂર પરિવાર પાસે કારની અછત નથી, પરંતું શ્રીદેવીની ફેવરીટ કાર પોર્શ હતી. આ કાર શ્રીદેવીએ તેના પતિને ગિફ્ટમાં આપી હતી.
શ્રીદેવીનું માનવું છે જો તમે અંદરથી ખુશ હશો તો તમારો ચહેરો એકદમ ફ્રેશ લાગશે. એટલાં માટે તે હંમેશા પોઝિટિવ રહેતી હતી. તેમણે પોતાની ફેમિલી સાથે સમય પસાર કરવો વધારે પસંદ હતો. તેને ટેનિસ રમવાનું પણ બહુ ગમતું હતું. શ્રીદેવી દિવસની શરૂઆત ગરમ પાણી, મધ અને લીંબૂથી કરતી હતી. સ્નાન કરતા પહેલાં તે વેજીટેબલ જ્યૂસ પીતી હતી. શ્રીદેવીને મેકઅપ ઓછો પસંદ હતો. તે નેચરલ બ્યૂટીમાં વિશ્વાસ રાખતી હતી.
શ્રીદેવીને તૈયાર થવા માટે આઈલાઈનર, લિપ ગ્લોસ અને La Prairie Platinum creamની જરૂર પડતી હતી. તે હંમેશા મેકઅપ લગાવીને ઉંઘતી ન હતી. શ્રીદેવી દિવસમાં પાંચ વાર થોડું-થોડું કરીને મજતી હતી. ફિટનેસ માટે તે રેગ્યુલર યોગ પણ કરતી હતી. સાથે શરીરને હાઈડ્રેટ રાખવા માટે પાણી વધારે પીતી હતી. તે પોતાના ચહેરા પર ગ્લિસરિન અને રોઝ વોટર મિક્સ કરીને દરરોજ લગાવતી હતી.
શ્રીદેવીની સુંદરતાનાં બધાં લોકો દિવાના હતા. એક ઈન્ટરવ્યૂમાં તેણે પોતાની સુંદરતા સાથે જોડાયેલા કેટલાંક રહસ્યોનો ખુલાસો કર્યો હતો. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં શ્રીદેવી પોતાની બ્યૂટી અને ફેશન સેન્સ માટે ઓળખાતી હતી. તે પોતાની બ્યૂટી અને ફિટનેસને મેન્ટેન રાખવા માટે તે સ્ટ્રિક્ટ પ્લાન ફોલો કરતી હતી. તે બલ્ડ સર્ક્યુલેશન માટે શ્રીદેવી નિયમિચ રીતે હેડ મસાજ કરાવતી હતી. તે કેમિકલ વાળી પ્રોડક્ટ ઉપયોગ કરતી ન હતી.
મુંબઈ: દુબઈની હોટલમાં બોલીવુડની જાણીતી અભીનેત્રી શ્રીદેવીનું 54 વર્ષની વયે હાર્ટ અટેકથી નિધન થયું છે. શ્રીદેવી તેમના પતિ બોની કપુર અને દિકરી ખુશી સાથે દુબઈ એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતાં. લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ શ્રીદેવી શોપિંગ કરવા માટે દુબઈની હોટલમાં રોકાઈ હતી જોકે અચાનક તેને હાર્ટ આવ્યો હતો જેના કારણે તેનું નિધન થયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -