બોલિવૂડની પહેલી Female સુપરસ્ટાર શ્રીદેવીની 10 વાતો જે તમને ક્યારેય નહીં ભૂલાય, જાણો વિગત
શ્રીદેવીને હિંદી ફિલ્મોની પહેલી ફીમેલ સુપરસ્ટાર કહેવાય છે. ભારત સરકારે વર્ષ 2013માં તેને પદ્મશ્રી એવોર્ડથી સમ્માનિત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્રીદેવીની યાદગાર ફિલ્મોમાં ‘સોલવાં સાવન, સદમા, હિમ્મતવાલા, જાગ ઉઠા ઇંસાન, અક્લમંદ, ઇન્કલાબ, તોહફા, સરફરોશ, બલિદાન, નયા કદમ, નગીના, ઘર સંસાર, મકસદ, સુલ્તાન, આગ ઔર શોલા, ભગવાન, આખરી રસ્તા, જાંબાંજ, વતન કે રખવાલે, જવાબ હમ દેંગે, ઔલાદ, નજરાના, કર્મા, હિમ્મત ઔર મહેનત, મિસ્ટર ઇન્ડિયા, નિગાહેં, જોશીલે, ગેરકાનૂની, ચાલબાજ, ખુદા ગવાહ, લમ્હે, હીર રાંઝા, રુપ કી રાની ચોરો કા રાજા, ચંદ્રમુખી, ચાંદ કા ટુકાડા, ગુમરાહ, લાડલા, આર્મી, જુદાઈ, હલ્લા બોલ, ઇંગ્લિશ વિંગ્લિશ અને મૉમ’નો સમાવેશ થાય છે.
વર્ષ 2012માં ગૌરી શિંદેની ફિલ્મ ‘ઈંગ્લિશ વિંગ્લિશ’થી શ્રીદેવીએ રૂપેરી પડદે પુનરાગમન કર્યું હતું. હિંદી ફિલ્મ જગતથી ઘણા વર્ષો સુધી દૂર રહ્યા છતાં પોતાના ઉત્કૃષ્ટ અભિનય દ્વારા ક્રિટિક્સ અને દર્શકો બનેની વાહવાહી મેળવી હતી.
1996માં શ્રીદેવીએ બોની કપૂર સાથે લગ્ન કર્યા અને પછીથી ફિલ્મો કરવાનું બંધ કરી દીધું એમ કહીએ તો પણ ચાલે. જોકે આ દરમિયાન તે ઘણાં ટીવી શોમાં જોવા મળી હતી.
વર્ષ 1991માં શ્રીદેવી યશરાજની ફિલ્મ ‘લમ્હેં’માં દેખાઈ હતી. જે માટે શ્રીદેવીને સર્વશ્રેષ્ઠ અભિનેત્રી તરીકે બીજો ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો.
1989માં તેની ફિલ્મ ‘ચાલબાજ’માં તેણે ડબલ રોલમાં ભૂમિકા ભજવી હતી. જેને 80ના દશકાની આઈકોનિક ફિલ્મ કહેવાય છે. આ જ ફિલ્મ માટે તેને ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો હતો.
શ્રીદેવીની પહેલી હિંદી ફિલ્મ ‘સોલવાં સાવન’ હતી જે વર્ષ 1979માં રીલિઝ થઈ હતી. જોકે બોલિવુડમાં તેની ઓળખ 1983માં આવેલ ફિલ્મ ‘હિમ્મતવાલા’થી થઈ હતી. આ ફિલ્મ તે વર્ષની બ્લોકબસ્ટર ફિલ્મ હતી અને શ્રીદેવી બોલિવુડની પહેલી ફીમેલ સુપરસ્ટાર ગણાવા લાગી હતી.
શ્રીદેવીએ બોલિવુડમાં લાખો લોકોને ચાહકો બનાવ્યા પહેલા પોતાના અભિનય અને સૌંદર્યથી તમિલ, તેલુગુ, મલિયાલમ અને કન્નડ ફિલ્મનોના દર્શકો પર જાદૂ ચલાવ્યો હતો. તેણે પોતાની કરિયરની શરૂઆત માત્ર 4 વર્ષની નાની ઉંમરમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી.
વર્ષ 1996માં શ્રીદેવીએ બોની કપૂર સાથે લગ્ન કર્યા હતાં. લગ્ન જીવનમાં બાળકોમાં બે દીકરીઓનો જન્મ થયો જેમાં એકનું નામ જ્હાનવી કપૂર અને ખુશી કપૂર છે.
મુંબઈ: બોલીવુડની જાણીતી અભીનેત્રી શ્રીદેવીનું 54 વર્ષની વયે હાર્ટ અટેકથી નિધન થયું છે. શ્રીદેવી તેમના પતિ બોની કપુર અને દિકરી ખુશી સાથે દુબઈ એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતાં. જ્યાં તેમને હાર્ટ અટેક આવતા તેમની તબિયત અચાનક લથડી પડી હતી અને તેમનું નિધન થયું હતું. અચાનક શ્રીદેવીના નિધનથી બોલિવુડ જગતમાં શોકની લાગણી ફેલાઇ ગઈ છે. તેમની છેલ્લી ફિલ્મ ગત વર્ષે જ 2017માં ‘મૉમ’ આવી હતી. પતિ બોનિ કપૂરની પ્રોડક્શનમાં બનેલી ફિલ્મમાં શ્રીદેવી અક્ષય ખન્ના અને નવાઝુદ્દીન સિદ્દિકી સહિતના કલાકારો સાથે જોવા મળી હતી. 55 વર્ષે પણ સિલ્વર સ્ક્રિન પર જાદુ ચલાવનાર શ્રીદેવી વિશે 10 એવી વાતો જે તેમના જીવન સાથે ખૂબ જ મહત્વપૂર્ણ રીતે જોડાયેલ છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -